ગુજરાતના આ શહેરે સમગ્ર વિશ્વમાં વગાડ્યો ડંકો: સૌથી ઝડપથી વિકસિત શહેરોમાં દુનિયામાં ચોથા નંબરે આવ્યું

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજયનું સુરત એક એવું શહેર છે જે કોઇપણ મહામારી બાદ ઝડપથી પુનઃસ્થાપિત થઇ…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજયનું સુરત એક એવું શહેર છે જે કોઇપણ મહામારી બાદ ઝડપથી પુનઃસ્થાપિત થઇ જતું જોવા મળ્યું છે. હાલમાં કોરોનાના કહેર વચ્ચે પણ શહેરની ગાડી ઝડપથી પાટા પર ચડી રહી છે. આ અગાઉ પણ સુરતમાં પ્લેગ અને પુર જેવી પરિસ્થિતિ સામે આવી હતી, તેમ છતાં શહેરની પુનઃસ્થાપિતની ઝડપ સૌથી વધારે છે.

કોરોના પહેલા પણ રાજ્યમ પુર અને પ્લેગ જેવા અનેક રોગો આવ્યા હતા આ દરમ્યાન પણ સુરત ઝડપથી પુનઃસ્થાપિત થઈ ગયું હતું. કોરોના વાયરસના કહેર વચ્ચે પણ સુરત શહેર ઝડપીથી પુનઃસ્થાપિત થઇ રહ્યું છે. ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં સુરત શહેર અગ્રેસર છે. જેમાં યુનેસ્કો દ્વારા સુરતને વિશ્વમાં ચોથું સ્થાન આપવામાં આવ્યું છે. સુરત પ્લેગ અને પૂર જેવી પરિસ્થિતમાં પણ બહાર આવ્યું છે. અને હાલ કોરોના બાદ પણ સુરત ઝડપથી કાર્યરત થઇ રહ્યું છે.

હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરા જેવા શહેરોમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં સુરત ઝડપથી કાર્યરત થઇ રહ્યું છે. સુરત શહેરમાં હાલ કોરોના વાયરસની મહામારીને લઇને સૌથી વધુ સંક્રમિત કેસો જોવા મળ્યાં હતા. જો કે તંત્ર દ્વારા કોરોના સામેની જંગ સામે મજબૂતી તેમજ કડક પગલા ભરી હાલ આંકડાઓ નિયંત્રણ આવી રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.

હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ હવે ઝડપથી પુનઃસ્થાપિત થઈ રહ્યું છે. સુરતની વાત કરીએ કોરોના વાયરસને લઇને જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ પ્રવાસી શ્રમિકો માટો પ્રમાણમાં વતન પરત ફર્યાં. શહેરમાં રહેતા સૌરાષ્ટ્રના રત્નકલાકારો પણ પોતાના શહેરમાં ગયા. જો કે ધીરે-ધીરે અનલોક બાદ શહેર પુનઃ ધબકતું જોવા મળ્યું.

જો કે મોટા પ્રમાણમાં વતનમાં ગયેલા શ્રમિકો તેમજ રત્નકલાકારો સહિત અન્ય લોકો શહેરમાં પરત ફરતા કોરોના વકર્યો હતો. રત્નકારીગર, ટેક્સટાઇલ માર્કેટમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી ગયેલી જોવા મળી હતી. જો કે હવે કોરોનાને લઇને તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરને લઇને આંકડાઓ હાલ નિયંત્રણમાં હોવાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *