હે ભગવાન સુરતનું યુવાધન આ ક્યા રવાડે ચડ્યું- શાળા બહાર ઈન્જેકશનથી નશો કરતા યુવકો CCTVમાં કેદ

Surat, Gujarat: ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે નશાખોરીની ઘટના સામે આવે છે. રાજ્યમાં નશાખોરી અને દારૂના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિવસેને દિવસે યુવાધન…

Surat, Gujarat: ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે નશાખોરીની ઘટના સામે આવે છે. રાજ્યમાં નશાખોરી અને દારૂના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિવસેને દિવસે યુવાધન નશાખોરી તરફ વળી રહ્યું છે. ગુજરાતના વડોદરા (Vadodara), અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), રાજકોટ (Rajkot), સહિતના મોટાં શહેરોમાં ખુલ્લેઆમ ચાલતાં ડ્રગ્સ માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. ત્યારે નશાખોર યુવકોનો ત્રાસ ગુજરાત રાજ્યના સુરત શહેર માંથી સામે આવ્યો છે.

સુરત શહેરમાં આવેલા પુણા કાપોદ્રા વચ્ચે નાલનદા વિદ્યાલય આવેલી છે. નાલનદા વિદ્યાલયના ગેટ પાસે યુવાનો જાહેરમાં ઇન્જેક્શનથી નશો કરતા અને દારૂ નું સેવન કરતા હોઈ તેવી ઘટના સામે આવી છે. કોમલબેન પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, એક કારમાં 5-6 યુવાનો નશો લેતા અને દારૂ પિતા હતા. અને ત્યાર બાદ અંદરો-અંદર મારા મારી કરતા હોવાની ઘટના સામે આવી છે.

જયારે યુવાનેનો મારા મારી કરતા જોયા ત્યારે ત્યાં રહેતા લોકો આવી પહોચ્યા અને લોકોને જોઇને નશામાં ધુત યુવાનો કાર ત્યાજ મુકીને ભાગી ગયા હતા. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 10:30 વાગ્યાની છે. આ ઘટના બાદ આજુબાજુ ની સોસાયટીમાં રહેતા લોકો આક્રોશમાં આવી ગયા હતા.

કોમલબેન પટેલે મીડિયા સાથે વાત કરતા એમ પણ જણાવ્યું કે, 28 તારીખે રાત્રે 11 વાગ્યા આસ પાસ એક નશામાં ધુત યુવકે બે લોકોને ચપ્પુ ના ઘા પણ માર્યા હતા. જયારે CCTV ચેક કરવામાં આવ્યા ત્યારે અંદરોઅંદર મારા મારી કરતા નશાખોર યુવાનોનું ભોપાળુ બહાર આવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, અમે 4-5 દારૂ યુવાનોને જાહેરમાં દારૂ પિતા અમે નઝરે જોયા હતા. લોકોએ યુવાનોને જોઇને ભેગા થયા ને 100 નંબર પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ વાતની જાણ નશાખોરોને થતા તમામ નશાખોરો કાર ત્યાજ મુકીને ભાગી ગયા હતા.

સોસાયટીના લોકોએ કહ્યું કે એમે પોલીસને ફોન કર્યા બાદ 30 મિનીટ પછી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. લોકોએ કહ્યું કે નશાખોર યુવાનોની કાર જપ્ત કરીને તેની તલાશી લેવામાં આવે તેમાંથી દારૂ અને નશાનો સમાન મળશે તેવું લોકોનું કહેવું છે. ત્યાર બાદ ક્રેઇન લાવી સોસાયટી વાસીઓ કાર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

રાષ્ટીય બજરંગ દળના કાર્યકર્તાએ કહ્યું- વિદ્યા ના મંદિર બહાર આવી ગેર પ્રવૃતિઓ ચાલી રહી છે અને પોલીસ અજાણ છે. કોમલબેન પટેલે એમ પણ કહ્યું કે, વિદ્યાલય પાસે એક ખંડેર મકાન છે અને ત્યાં આવા નશાખોર યુવાનો અવાર નવાર આવે છે. જયારે એ મકાનની તલાશી લેવામાં આવી ત્યારે તેમને ત્યાં દારૂની ખાલી બોટેલ અને નશાનો સમાન તેમજ ઇન્જેક્શન મળી આવ્યા હતા. હાલ પોલીસે તમામ મામલે ફરિયાદ નોધીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *