વડોદરાના સંભોગ લીલાના વિડીયો વાઈરલ થયા બાદ આરોપી રાજુ ભટ્ટની થઇ ધરપકડ, અશોક જૈન ફરાર

વડોદરા(Vadodara): શહેરના હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસ(misdemeanor case)માં ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ફરાર આરોપી રાજુ ભટ્ટ(Raju Bhatt)ની જૂનાગઢ(Junagadh)થી પોલીસ દ્વવારા પકડી પાડવામાં આવ્યો છે. વડોદરા…

વડોદરા(Vadodara): શહેરના હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસ(misdemeanor case)માં ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ફરાર આરોપી રાજુ ભટ્ટ(Raju Bhatt)ની જૂનાગઢ(Junagadh)થી પોલીસ દ્વવારા પકડી પાડવામાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા પી.સી.બી. તેમજ જુનાગઢ પોલીસના સંયુકત ઓપરેશન બાદ જુનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટૃની ધરપકડ કરવામાં આવી છે આ કેસ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મના કેસમાં આ બીજી ધરપકડ છે. આ પહેલા કાનજીભાઈ અરજણભાઈ મોકરીયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વડોદરાની અલકાપુરી સોસાયટીમાં રહેતા કાનજીભાઈની સમગ્ર કેસ અંગે શંકાસ્પદ ભૂમિકા છે. હોટેલમાં વ્યવસ્થા કરવા સાથે રાજુ ભટ્ટને ભગાડવામાં પણ તેમની મુખ્ય ભૂમિકા છે. ગોત્રી રેપ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી. જોકે, હજુ આ હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈન ફરાર છે.

હાઇપ્રોફાઇલ દુષ્કર્મના કેસમાં ફોટોગ્રાફ્માં આરોપી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ બેડ પર ખરાબ હાલતમાં યુવતી સાથે મોજ માણતો જણાય છે, તો અશોક જૈન યુવતીની સાથે બેડ પર બેસી તેના શરીર સાથે ચેનચાળા કરતો હોઈ તેવું લાગી રહ્યું છે.

સમગ્ર ઘટના દરમિયાન જૈન સમાજના અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા એવા અશોક જૈન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે, આ યુવતી અમારી ઓફિસમાં માત્રને માત્ર ઈન્કમટેક્સ રીટર્નના કામકાજ માટે આવતી હતી. છેલ્લે તારીખ 14 સપ્ટેમ્બરે યુવતી ઈન્કમટેક્સ રીટર્નના કામકાજ માટે ઓફિસે આવી હતી. તેણે પોતાનું ઈન્કમટેક્સ રીર્ટન પણ ઓફિસમાંથી ફાઈલ પણ કરાવ્યું હતું. સાથે અશોક જૈને કહ્યું છે કે, યુવતીએ મારા જેવા પ્રતિષ્ઠીત વ્યક્તિ સામે બળાત્કાર જેવો ગુનો દાખલ કરી કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.

સાથે આરોપીઅશોક જૈને કહ્યું હતું કે, યુવતી કાયદાનો અભ્યાસ કરી રહી છે, યુવતીએ કેસ કરી મને પિતાતુલ્ય માન આપી મને આ જાળમાં ફસાવી દીધો છે. જોકે, બેડ પર અશોક જૈન જે રીતે યુવતીની બાજુમાં બેડ પર બેસીને અડપલા કરી રહ્યો છે, તે જોતાં તે પિતાતુલ્ય શબ્દને શર્મશાર કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અશોકે કહ્યું છે કે, મે નાર્કોટેસ્ટ, બ્રેઈન મેપીંગ ટેસ્ટ અને પોલીગ્રાફીક ટેસ્ટ કરાવવા સુધીની તૈયારી બતાવી દીધી છે, પરંતુ બહાર પડેલા યુવતી સાથેના ફોટા જ અશોક જૈનના ચારિત્ર્યના લીરેલીરા ઉડાડી રહ્યાં છે. અશોક જૈન યુવતી સાથે બેડરૂમમાં બેડ પર બેઠો છે અને તેના કાન પાસે હાથ રાખી કોઈક અભદ્ર પ્રકારની હરકત કરી રહ્યો છે.

અશોક જૈનની આ હરકતને લઈ યુવતીને કોઈ દર્દ થતું હોઈ તેવું તેના ચહેરાના હાઉભાવ પરથી દેખાઈ રહ્યું છે. અશોક જૈન જે રૂમમાં બેડ પર યુવતી સાથે બેઠેલો છે, તે બેડ પર જ બીજા ફોટોગ્રાફમાં રાજુ ભટ્ટ નિવસ્ત્ર થઈ યુવતી સાથે અશ્લીલ હરકત કરી રહ્યો છે. અશોક જૈન અને રાજુ ભટ્ટના યુવતી સાથેના ફોટોગ્રાફસ જો છેડછાડ કર્યા વગરના હોઈ તો યુવતી સાથેનું કઇકને કઈક કનેક્શન હોવાનું સાબિત થાય છે. આ પ્રકારનું જોડાણ બંને માટે મોટી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે, હાલમાં આ પ્રકારની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *