નવા દિવસોમાં આ સ્થળે સર્જાશે ભયંકર વાવાઝોડું, જાણો હવે કયારે થશે શિયાળાની શરૂઆત ?

અરબી સમુદ્રમાં સર્જાયેલું એક લો પ્રેશર ડિપ્રેશનમાં પરીવતન થયા બાદ હવે આવનારા 2 દિવસો દરમિયાન વાવાઝોડામાં પરિણમવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન…

અરબી સમુદ્રમાં સર્જાયેલું એક લો પ્રેશર ડિપ્રેશનમાં પરીવતન થયા બાદ હવે આવનારા 2 દિવસો દરમિયાન વાવાઝોડામાં પરિણમવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર પછી પશ્વિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ રહેશે.

અરબી સમુદ્રમાં જાગૃત થયેલાં અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશનથી આવનારા ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનો અને વાદળિયા વાતાવારણથી ઠંડીના વાતાવરણની શક્યતા હવામાન વિભાગે રજુ કરી છે.હવામાન વિભાગનાં આંકડા મુજબ, બુધવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 32.6 અને લઘુતમ તાપાન 22.4 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસ દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ચાલુ રહેતાં શહેરમાં ગરમીમાં નોંધપાત્ર ઘટાડો જોવ મળ્યો હતો. જો કે, શહેરમાં બપોર દરમિયાન લોકોએ સામાન્ય ગરમીનો અનુભવ કર્યો હતો.

ખાસ કરીને ગુજરાતમાં તટીય સહિત અન્ય વિસ્તારોમાં પણ આગામી તારીખ 28 થી 30 દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે. આ સિસ્ટમ આજે ડીપ ડિપ્રેશનમાં પરિણમી છે પરંતુ પૂર્ણ રૂપે વાવાઝોડામાં પરિણમતા 48 કલાક થશે અને ત્યારબાદ આ સિસ્ટમની દિશા નિર્ધારિત થશે.

આમ છતાં સિસ્ટમને કારણે આજે પણ સુરતનું તાપમાન સામાન્યથી નીચું રહ્યું હતું. શહેરમાં પારો આજે 30.0 અને 24.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જયારે હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા અને પવન ઉત્તર દિશાના પ્રતિ કલાક ત્રણ કિલોમીટરની ઝડપનો રહ્યો હતો. આ સાથે જ આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી છે.

સાથે-સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનોનું જોર ચાલુ રહેતાં ઠંડીનો ચમકારો વધતાં લોકોને શિયાળાની પ્રારંભની ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. અપરએર સર્ક્યુલેશન અને ઠંડા પવનોની અસરથી રાજ્યમાં ઠંડકમાં વધારો થયો છે. આગામી ત્રણથી પાંચ દિવસ ઠંડા પવનોની ગતિ 40 કિ.મી. પ્રતિકલાક કે તેથી વધુ રહેતાં ઠંડીનું જોર વધતાં રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *