બજેટમાં સામેલ આ નવી યોજનાઓથી હવે ગુજરાત બનશે સ્માર્ટ સીટી: મુખ્યમંત્રી રૂપાણી

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ 2020 રજુ કર્યું આ દરમિયાન ગુજરાત માટે પણ ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી. ભારતનાં બજેટ 2020માં ગુજરાત માટે…

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ 2020 રજુ કર્યું આ દરમિયાન ગુજરાત માટે પણ ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી. ભારતનાં બજેટ 2020માં ગુજરાત માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. ધોળાવીરા, બુલેટ ટ્રેન અંગે પણ ખાસ પેકેજ જાહેર કરાયા છે. આટલું જ નહીં ગુજરાત મોડેલથી રાજ્યમાં રક્ષાશક્તિ અને ફોરેન્સિક યુનિવર્સિટીઓ વિકસાવવાની પણ ભારતભરમાં તૈયારીઓ કરવામાં આવી છે. આમ, ભારતનાં બજેટ 2020માં ગુજરાતને વિશેષ ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર તરફથી મળી છે. ગુજરાત અને ગુજરાતીઓની વ્યવસ્થા સંસદમાં વખણાઈ વાહવાહીઓ થઈ છે.

ગુજરાતને આ બજેટમાં જાહેર થયેલી નવી યોજનાઓથી ખૂબ જ લાભ મળવાનો છે. ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ કરવાની જાહેરાતથી વિશ્વભરના વેપાર કારોબારને ગુજરાતમાં નવું બળ મળશે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સિતારમને રજૂ કરેલા બજેટમાં દરેક વર્ગ દરેક વ્યક્તિ, દરેક સમાજને આવરી લેતું જનહિતાય બજેટ ગણાવ્યું છે. આ બજેટથી ગુજરાતને ખુબ લાભ થયો છે. ગિફ્ટ સીટીને બુલિયન એક્સચેન્જનો દરજ્જો આપીને સમગ્ર દુનિયામાં એક ચર્ચા અને દુનિયાભરનો ધંધો વિકસાવવામાં આવશે. તેથી મોદી સરકારનો આભાર માનું છું.

આ બજેટમાં નાના-મધ્યમ વર્ગના નાગરિકોને 5 થી 15 લાખ સુધીની આવક પરના કરમાં જે છૂટાછાટ અપાઇ છે તેનાથી લોકોના નાણાની બચત થશે અને ખરીદ શક્તિ વધશે. ખેડૂતોને પણ આ બજેટમાં વિશેષ ફોકસ કરાયા છે. આ બજેટમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બને તકે માટેનું રિફ્લેક્શન થયું છે.

કલ્ચર મ્યુઝિમની જાહેરાત

ગુજરાતમાં સાંસ્કૃતિક મ્યુઝમની અંગે પણ બજેટમાં જાહેરાત કરાઈ છે. આ માટે ગુજરાતનું ધોળાવીરા સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘દેશની ઐતિહાસિક ધરોહરોને આઇકોનિક રી ડેવલપ કરવા માટેની જાહેરાતમાં કચ્છના ધોળાવીરાનો સમાવેશ કરતા આ પુરાતત્વીય સાઇટને વર્લ્ડ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનવા તક મળશે. જેથી તેનો વિકાસ આવનારા દિવસોમાં થશે.

લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનશે

નાણાંમંત્રીએ લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી છે. લોથલના પૂરાતત્વીય અવશેષો અમદાવાદના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે બે કિલોમીટર દૂર આજે પણ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા ઉપલબ્ધ છે. અહીં ઉત્ખલન પ્રો.એસ.આર.રાવના આગેવાનીમાં ઈ.સ.1955-62 દરમિયાન થયેલું હતું. જેમાં આશરે ઈ.સ. પૂર્વે 2500-1900 વર્ષો જૂની હડ્ડપન સંસ્કૃતિના લોથલ બંદર ગામે અવશેષો મળ્યા હતા. ત્યાં કોટ એટલે કિલ્લો અને નગર એમ બંને હતાં એમ જણાયું હતું.

બુલેટનું કામ બુલેટની ગતિથી દોડશે

બજેટમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ યુધ્ધના ધોરણે વધારવાની જાહેરાત કરવામાં આવી છે આ માટે ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેના માટે મુખ્યમંત્રી રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની શરૂઆત કરાશે. અત્યાર સુધીમાં ગિફ્ટ સિટી આઈબીસીના દરજ્જાને કારણે અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થા ધરાવે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે દેશમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું પણ નક્કી કર્યું છે. ગુજરાત મોડલની આ બંને યુનિવર્સિટીથી દેશના અન્ય રાજ્યોમાં આતંકવાદ અને ઘૂસણખોરી તથા સાઈબર ક્રાઈમ નાથવામાં મદદ મળશે. આ અગાઉ દ્વારકામાં અંડર વોટર મ્યુઝિયમ બનાવવા માટે પણ મંજૂરી અપાઈ ચૂકી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિ આપવા માટે પણ આયોજન કરાયું છે. બુલેટ ટ્રેન માટેની 90 ટકા જમીન આગામી દિવસોમાં સંપાદન કરી લેવાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *