અમેરિકા રહેતા પાટીદાર સમાજે કોરોના દર્દીઓની મદદ માટે ખોલ્યા ધનકુબેરના દરવાજા, ગુજરાત માટે કરશે એવું કે…

Published on: 12:18 pm, Tue, 4 May 21

સમગ્ર ભારતમાં કોરોનાનું સંક્રમણ ખુબ ફેલાઈ રહ્યું છે અને વધુ પડતા સંક્રમણને કારણે કેટલાય લોકો આ કોરોનાના ભરડામાં આવી ગયા છે. જયારે સમગ્ર દેશમાં ખાનગી અને સરકારી હોસ્પીટલમાં સારવાર માટે બેડ નથી મળી રહ્યા અને ઓક્સિજનની અછતને કારણે કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે અમેરિકાથી લેઉવા પાટીદાર કોરોનાગ્રસ્ત દર્દીનોની વહારે આવ્યો છે.

આ કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે ઓક્સિજનની અછત સર્જતા ઘણા લોકો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે આવા કપરા સંજોગોમાં અમેરિકામાં રહેતા લેઉવા પાટીદાર સંગઠન દ્વારા પાટણ તાલુકાનાં સંડેર,બલિસાણા,મણુંદ અને વિસનગર તાલુકાના વાલમ અને ભાન્ડુ ગામ માટે અમેરિકાથી 40 લાખ રૂપિયાની કિમતના 110 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની ખરીદી કરવામાં આવેલ છે. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન શનિવાર સુધીમાં ભારત આવી જશે.

કઈ જગ્યાએ કેટલા મશીન મોકલવામાં આવશે?
આ મહામારીના કપરા કાળમાં પાંચ ગામના લેઉવા પાટીદાર સમાજના લોકો પોતાના ગામની મદદે આવ્યા છે. લેઉવા પાટીદાર સંગઠન દ્વારા અમેરિકામાં 110 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ખરીદી લીધા છે. 50,000 ડોલરનાં એટલે કે 40 લાખના ખર્ચે આ ખરીદવામાં આવેલ આ મશીનો થોડા જ દિવસમાં ભારત મોકલવામાં આવશે. ત્યારબાદ આ મશીનો પાટણ તાલુકાના સંડૈરમાં 17, વાલમ ગામમાં 25, બાલિસાણામાં 25 અને મણુંદમાં 17 આપવામાં આવશે. જ્યાં બાકી વધતા 9 મશીન રીઝર્વ તરીકે મુકવામાં આવશે.

ઓક્સિજન કોન્સન્ટ્રેટર એટલે શું?
ઓક્સિજન કોન્સન્ટ્રેટર એક એવું મશીન છે જેમાં ઓક્સીજન ભરવાની જરૂર રહેતી નથી, જયારે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જાતે જ ઓક્સીજન ઉત્પન્ન કરે છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનથી કોરોનાગ્રસ્ત દર્દીઓને ખુબ મદદ મળશે.

પાટણ જિલ્લાનાં વિકાસ અધિકારી ડી.કે. પારેખે જણાવતા કહ્યું છે કે, મણુંદ ગામ અને બાલિસણા ગામમાં કોવીડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જે કોવીડ સેન્ટરની અમે મુલાકાત પણ લીધી હતી. આ કોવીડ સેન્ટરમાં ડોક્ટરની ટીમ પણ મુકવામાં આવેલ છે. તેમની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓને જ્યુસ, દવા, સંગીત વગેરે જેવી સુવિધાઓ મળી રહે તે અંગેની તમામ તૈયારીઓ હાલમાં શરૂ છે. જયારે અમેરિકાથી આવતા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન પણ અહિયાં મુકવામાં આવશે.

સાથે સાથે મણુંદ ગામનાં અગ્રણી દિક્ષિતભાઇ પટેલ કહે છે કે, કોરોનાગ્રસ્ત કોઈ પણ દર્દી ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ ન પામે તે અમારી પ્રાથમિકતા છે. અમરિકામાં રહેતા પાંચ ગામના લેઉવા પાટીદારના સેવાભાવી લોકો ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની સાથે દવા કે કોઇપણ જરૂરિયાત વસ્તુની મદદ કરવા માટે તત્પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.