યુવતી ડાન્સ કરવા બોલાવતી અને યુવકને નગ્ન કરીને પછી કરતી આવું કામ…

આરોપી યુવતી સંજના યુવકોને પોતાની સાથે ડાન્સ કરવા બોલાવી યુવકો ને લૂંટી લેતી ગુજરાતી મહિલા કલાકારની ગેંગને પોલીસે ઝડપી પાડી છે. સંજના પરમાર નામની ગુજરાતી મોડેલ તેના અન્ય સાગરીતો સાથે મળી લોકોને લૂંટતી અને નગ્ન વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપતી હતી ત્યારે ગુજરાતી મોડેલ કઈ રીતે નાચના નામે લૂંટ ચલાવતી હતી વાંચો આ અહેવાલમાં…

યુવકોને ડાન્સ જોવા બોલાવીને તેમને નગ્ન કરીને વીડિયો ઉતારતી ને પછી લૂંટી લેતી ડાન્સર યુવતી તથા તેના સાથીદારોની રામોલ પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડીની જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છેય આ ટોળી સામે નોંધાયેલી ત્રણેય ફરિયાદોમાં એકસરખી મોડસ ઓપરેન્ડી જોવા મળે છે. આ ટોળીનો ભોગ બનેલા પ્રતાપભાઈ ગોહિલ બાવળામાં એક જાહેર પ્રોગ્રામ જોવા ગયા ત્યારે સંજના પરમાર નામની ડાન્સર યુવતી સાથે તેમની મુલાકાત થઈ હતી. પ્રતાપભાઈએ પોતાનો નંબર સંજનાને આપ્યો હતો.

16 ઓગષ્ટના રોજ સંજનાએ પ્રતાપભાઈને ફોન કરીને ‘તમે મારો ડાન્સ જોવા અમદાવાદ આવો’ એવું કહીને બોલાવ્યા હતા. સંજનાએ પ્રતાપભાઈને રામોલમાં અદાણી સર્કલ બોલાવ્યા હતા. પ્રતાપભાઈ તેમની કાર લઈને પહોંચ્યા હતા અને સંજનાને ફોન કરતાં તે રિક્ષામાં આવી પહોંચી હતી. બાદમાં કાર પાર્ક કરીને પ્રતાપભાઈ રિક્ષામાં તેની સાથે રવાના થયા હતા. ગત્રાડ જવાના રસ્તા પર અન્ય એક વ્યક્તિ પણ રિક્ષામાં ગોઠવાઈ હતી. રસ્તામાં સંજનાએ રીક્ષા ઉભી રખાવી હતી અને પ્રતાપભાઈને નજીકના ખેતરમાં લઈ ગઈ હતી. તેણે પ્રતાપભાઈને કપડાં ઉતારીને નગ્ન કર્યા હતા. એ જ વખતે રીક્ષાનો ડ્રાઈવર અને પછી બેઠેલી વ્યક્તિ ત્યાં આવી ગયાં હતાં.

સંજના પરમાર તેના મિત્ર મોઇન શેખ સાથે મળી પુરુષોને ડાન્સ જોવાના બહાને તેનો નગ્ન વીડિયો બનાવીને લૂંટતી હતી. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં  લૂંટની 3 ફરિયાદ થતા સંજના અને મોઇનની પોલીસે ધરપકડ કરી છે.

તેમણે પ્રતાપભાઈને નગ્નાવસ્થામાં જ ઢોરમાર મારીને રૂપિયા 1.80 લાખનાના દાગીના લૂંટી લીધા હતા. સંજનાએ નગ્નાવસ્થામાં જ તેમનો વિડીયો પણ ઉતારી લીધો હતો. બાદમાં પોલીસ ફરિયાદ કરશે તો વિડીયો વાયરલ કરી દેશે એવી ધમકી આપીને રિક્ષામાં ભાગી ગયાં હતાં. આ ઘટના અંગે પ્રતાપભાઈએ 27 નવેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

પોલીસે હાલમાં આ ટોળકી પાસેથી 6 તોલા સોનું મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ2.40 લાખનો મુદ્દમાલ કબજે કરવામાં આવ્યો છે. તો પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આટોળકીએ અત્યાર સુધીમાં 9 લોકોને નિશાન બનાવ્યા છે.

Facebook Comments