ભારતના ધનાઢ્ય વ્યક્તિઓમાં ગુજરાતીઓની સંપતી જોઈને તમે ચોંકી જશો, કુલ 3,06,500 કરોડની…

Published on Trishul News at 11:31 AM, Tue, 8 October 2019

Last modified on October 8th, 2019 at 11:31 AM

હુરૂન રિપોર્ટ ઇન્ડિયા અને આઇ.આઇ.એફ.એલ.(IIFL) વેલ્થે ‘આઇ.આઇ.એફ.એલ. (IIFL) વેલ્થ હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ 2019ની રજૂઆત કરી છે, જેમાં રૂપિયા 1,000 કરોડ અથવા વધુ સંપત્તિ ધરાવતા ભારતના ઘનાઢય વ્યક્તિઓ સામેલ કરવામાં આવ્યાં છે. હુરૂન રિપોર્ટ ઇન્ડિયા અને આઇ.આઇ.એફ.એલ. (IIFL) વેલ્થે આજે તેના આઇ.આઇ.એફ.એલ. (IIFL) વેલ્થ હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ 2019માં સૌથી વધુ ધનાઢય ગુજરાતીઓનું વિશ્લેષણ રજૂ કર્યું છે.

યાદીમાં સામેલ ગુજરાતીઓની કુલ સંપત્તિ ગત વર્ષની સરખામણીમાં 21 ટકા વધી છે. નિરમાના કરસનભાઇ પટેલ રૂપિયા 12,200 કરોડની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા ક્રમે અને સમગ્ર ભારતમાં 64માં ક્રમે છે. રાજ્યની યાદીમાં 9 અને 8 નામો સાથે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ રૂપિયા 38,200 કરોડ અને રૂપિયા 31,800 કરોડ ધરાવે છે. આ યાદીમાં 10 મહિલાઓ પણ છે.

યાદીમાં 49 વ્યક્તિ અમદાવાદના, સુરતના 8, રાજકોટના 6 અને વડોદરાના 2 ધનાઢયો સામેલ છે. આ યાદીમાં સામેલ વ્યક્તિઓની સંખ્યા મૂજબ ફાર્મા સેક્ટર ગુજરાતમાં સૌથી ધનાઢયોમાં 40 ટકા હિસ્સો ધરાવે છે, જે બાદ જ્વેલરી (2જા ક્રમે અને ગત વર્ષે 5માં ક્રમે) 12 ટકા હિસ્સો, કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગ (9 ટકા), એફએમસીજી (8 ટકા) હિસ્સો ધરાવે છે. સોફ્ટવેર અને સવસિસ ઇન્ડસ્ટ્રી ગત વર્ષે બીજા ક્રમે હતું, તે સરકીને 11માં ક્રમે પહોંચ્યું છે.

આઇ.આઇ.એફ.એલ. (IIFL) વેલ્થ હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ 2019ની સમગ્ર ભારતની આવૃત્તિની હાઇલાઇટ્સ

આઇ.આઇ.એફ.એલ. (IIFL) વેલ્થ હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ 2019માં 41 ઇન્ડસ્ટ્રીના 953 વ્યક્તિઓ સામેલ કરવામાં આવ્યાં છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની કુલ સંપત્તિ 2 ટકા વધી છે, જ્યારે કે સરેરાશ સંપત્તિ 11 ટકાનો ઘટાડો થયો છે. જો આપણે આ વર્ષે નવી સંપત્તિના ઉમેરાને બાદ કરીએ તો આઇ.આઇ.એફ.એલ. (IIFL) હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ 2019માં કુલ સંપત્તિ રૂપિયા 3,72,800 કરોડ ઘટી છે, એટલે કે કુલ સંપત્તિમાં 7 ટકાનો ઘટાડો.

યાદીમાં આ વર્ષે 344 અથવા એક તૃતયાંશથી વધુ વ્યક્તિઓની સંપત્તિ ઘટી છે અને 112 વ્યક્તિઓ રૂપિયા 1,000 કરોડના કટ-ઓફને પૂર્ણ કરી શક્યાં નથી. સરકારના સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇ.આઇ.પી.) સાથે આ સુસંગત છે, જે વર્ષ 2017-18માં 4.4 ટકાથી ઘટીને વર્ષ 2018-19માં 3.6 ટકા થયું હતું. હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ 2016થી અત્યાર સુધીમાં યાદીમાં સામેલ વ્યક્તિઓની સંખ્યા 181 ટકા વધી છે.

ગુજરાતના ટોચના 10 ધનકુબેર

ક્રમ નામ સંપતિ(કરોડ) કંપની
1 ગૌતમ અદાણી 94,500 અદાણી
2 પંકજ પટેલ 22,200 કેડિલા હેલ્થકેર
3 કરશનભાઇ પટેલ 12,200 નિરમા
4 ભદ્રેશ શાહ 10,900 એઆઇએ એન્જિ.
5 સમીર મહેતા 9,700 ટોરેન્ટ ફાર્મા
6 સુધીર મહેતા 9,700 ટોરેન્ટ ફાર્મા
7 બિંદીબેન ચુડગર 8000 ઇન્ટાસ ફાર્મા
8 પારૂલ ચુડગર 8000 ઇન્ટાસ ફાર્મા
9 બીનાબેન ચુડગર 7,900 ઇન્ટાસ ફાર્મા
10 રાકેશ પટેલ 7,500 નિરમા

 

ઔદ્યોગિક ક્ષેત્ર પ્રમાણે ધનકુબેરોની યાદી

ક્રમ ક્ષેત્ર ધનકુબેરોની સંખ્યા સૌથી વધુ ધનવાન સંપતિ કરોડ
1 ફાર્મા 26 પંકજ પટેલ 22,200
2 જ્વેલરી 8 સવજી ધોળકીયા 1500
3 બાંધકામ 6 ભદ્રેશ શાહ 10,900
4 એફએમસીજી 5 કરશનભાઇ પટેલ 12,200
5 ફૂડ 4 ચંદુ વિરાણી 2700

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "ભારતના ધનાઢ્ય વ્યક્તિઓમાં ગુજરાતીઓની સંપતી જોઈને તમે ચોંકી જશો, કુલ 3,06,500 કરોડની…"

Leave a comment

Your email address will not be published.


*