કેદારનાથમાં ફસાયેલ ગુજરાતીઓએ જણાવી પોતાની આપવીતી: અનેક મુશ્કેલીઓ વચ્ચે ગુજારી રહ્યા છે કઠીન દિવસો

ઉત્તરાખંડ: ભારેથી લઈને અતિભારે વરસાદ (Heavy rain) તથા ભૂસ્ખલનને લીધે ચારધામની યાત્રા પર એની ખુબ ખરાબ અસર પહોંચી છે, કેદારનાથ (Kedarnath) જતા યાત્રા‌ળુઓને આગળ વધતાં…

ઉત્તરાખંડ: ભારેથી લઈને અતિભારે વરસાદ (Heavy rain) તથા ભૂસ્ખલનને લીધે ચારધામની યાત્રા પર એની ખુબ ખરાબ અસર પહોંચી છે, કેદારનાથ (Kedarnath) જતા યાત્રા‌ળુઓને આગળ વધતાં અટકાવામાં આવતાં યાત્રાળુઓની હાલત વધુને વધુ કફોડી બનતી જઈ રહી છે. હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી, યાત્રાળુઓને નવી સૂચના ન મળે ત્યાં સુધી યાત્રા શરૂ ન કરવાની અપીલ કરાઈ છે.

આ સમયે પ્રખ્યાત કંપની રાજુ એન્જિનિયરિંગના ચેરમેનના પરિવાર સહિત રાજકોટના 30 યાત્રાળુઓ ફસાઈ ચુક્યા છે. રાજુભાઈ દોશી જણાવે છે કે, અહીં પીવાનું પાણી તેમજ જમવાનું પૂરતું મળતું નથી. મિલિટરી દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવે એવી અમારી સરકારને વિનંતી રહેલી છે.

એક રૂમમાં 12થી 14 વ્યક્તિ રહે છેઃ ઉદ્યોગપતિના ભાઈ
રાજકોટના ઉદ્યોગપતિ રાજુભાઈના રાજકોટમાં રહેતા ભાઈ મુકેશભાઇ જણાવે છે કે, આજે સવારમાં વાત થઇ ત્યારે વાતાવરણ પહેલા કરતા સારું છે. બુધવાર સુધી આગાહી રહેલી છે તેમજ વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો છે. એક રૂમમાં 12થી 14 સભ્યો રહે છે. વાતાવરણ સુંધરતું જશે તો કાલ સવાર સુધીમાં આવી જશે તેમજ સરકાર સલામત સ્થળે લઈ જાય તેવી અપીલ છે.

ઉત્તરાખંડ અથવા તો અન્ય કોઈ રાજ્યમાં હાલ ભારે વરસાદ અથવા તો ખરાબ મોસમને કારણે રાજકોટ જિલ્લાના કોઈપણ લોકો ફસાયેલા હોય તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, કલેક્ટર કચેરી 0281 2471573 પર તાત્કાલિક વિગતવાર જાણ કરવા માટેની વિનંતી છે.

અમારા સભ્યો કેદારનાથમાં ફસાયા છેઃ ઉદ્યોગપતિ
ઉદ્યોગપતિ રાજુભાઇ દોશી આગળ જણાવે છે કે, અમારા બીજા સભ્યો કેદારનાથમાં ઉપર ફસાયેલા છે ત્યારે તેમનો ફોનથી સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમને પીવાનું પાણી તેમજ જમવાનું મળી રહ્યું નથી. આની સાથે જ ત્યાં ખૂબ જ ઠંડી છે તેમજ ઠંડી સામે રક્ષણ મળી શકે એવાં કપડા પણ નથી. મિલિટરી દ્વારા તેમને રેસ્ક્યૂ કરીને નીચે લાવવામાં આવે એવી અમારી વિનંતી રહેલી છે.

યાત્રાળુઓએ વીડિયોમાં આપવીતી જણાવી:
રાજકોટની અન્ય કેટલીક ફસાયેલી વ્યક્તિએ પોતાના મોબાઇલમાં વીડિયો બનાવીને આપવીતી જણાવતાં કહ્યું હતું કે, યાત્રિકો વધુમા વધુ કેદારનાથમાં ફસાયેલા છે. હજુ પણ આજે વાદળાં છે. ગત રાત્રે જ હિમવર્ષા થઇ હતી. યાત્રિકો ખૂબ જ પરેશાન છે. કારણ કે, ફસાયેલા યાત્રિકો કંઇ રીતે નીચે આવશે. હાલત એવી છે કે, યાત્રિકોનો સંપર્ક થઇ શકતો નથી. ગુજરાત CMOમાંથી પણ ફોન આવ્યો હતો. તેઓ પણ જલદી વ્યવસ્થા કરી રહ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

મારો એક દીકરો ઉપર ફસાયો હોવાથી બહુ જ ચિંતાઃ મહિલા
એક મહિલા જણાવે છે કે, આવતીકાલે તો ખૂબ જ ભયંકર પરિસ્થિતિ હતી. હવે તો હવામાન ચોખ્ખું થાય તો આમાંથી બહાર નીકળી ઘરે જઇ શકીએ. મારો એક દીકરો ઉપર ફસાયો હોવાને લીધે ખુબ જ ચિંતા થાય છે. ઉદ્યોગપતિના પરિવારજને કહ્યું હતું કે, અમે 16 લોકોનું ગ્રુપ રાજકોટથી ચારધામની યાત્રાએ નીકળ્યું હતું. પરમ દિવસથી બધા કેદારનાથમાં ફસાઈ ગયા છીએ. આજે વાતાવરણ ચોખ્ખું થઇ ગયું છે.

ભારે વરસાદ વચ્ચે દર્શનાર્થીઓને કલાકો સુધી કતારમાં ઊભું રહેવું પડ્યું:
કેદારનાથમાં હાલમાં ઘોડા, પાલખી તથા હેલિકોપ્ટરની સેવા બંધ કરી દેવાઈ છે. રવિવારે કેદારનાથમાં 3,000 જેટલા શ્રદ્ધાળુઓ ભેગા થઇ ગયા હતા તેમજ તેની સામે ઘોડા, પાલખી તથા હેલિકોપ્ટર સહિતની વ્યવસ્થા મર્યાદિત હોવાને લીધે યાત્રાળુઓ પરેશાન થઇ રહ્યા છે. રવિવારે ભારે વરસાદ વચ્ચે દર્શનાર્થીઓને કલાકો સુધી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું તો કેટલાક લોકો દર્શન કર્યા વિના પાછા ફરવા મજબૂર થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *