‘ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી’: ડૉ.સંદીપ પાઠક

ગુજરાત(gujarat): ગુજરાતના બરવાળામાં દારૂની ઘટનાને કારણે અત્યાર સુધીમાં 75 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના સાંસદ અને ગુજરાત પ્રદેશ…

ગુજરાત(gujarat): ગુજરાતના બરવાળામાં દારૂની ઘટનાને કારણે અત્યાર સુધીમાં 75 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ.સંદીપ પાઠક ગુજરાતની જનતા માટે સંસદમાં સતત અવાજ ઉઠાવી રહ્યા છે. પરંતુ ગઈકાલે તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ ડૉ.સંદીપ પાઠક અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય સિંહ ગૃહની બહાર ધરણા પર બેઠા છે.

ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ.સંદીપ પાઠકે જણાવતા કહ્યું કે, ગુજરાત સરકારની બેદરકારી અને બુટલેગરોને છુટ્ટ આપતા આજે 75થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવતા નથી. ડૉ.સંદીપ પાઠકે ગુજરાત સરકારને આડે હાથ લેતા કહ્યું કે, ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર ને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. અને સૌથી શરમજનક બાબત એ છે કે, ગુજરાત સરકાર સત્તાવાર આંકડા છુપાવી રહી છે અને જેઓ હોસ્પિટલમાં દાખલ થવા માટે આવી રહ્યા છે તેમને દાખલ પણ કરવામાં આવી રહ્યા નથી.

વધુમાં તેમણે કહ્યું કે, એક તરફ આમ આદમી પાર્ટીના સાંસદો પાર્લામેન્ટ ગૃહમાં ગુજરાતની જનતા માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે, અને બીજી તરફ ગુજરાતની જનતાએ 30થી વધુ સાંસદોને ગૃહમાં મોકલ્યા છે, ત્યાં અવાજ ઉઠાવો તો દૂર ની વાત છે, ગુજરાતના પીડિત પરિવારો માટે સંવેદના પણ વ્યક્ત નથી કરી રહ્યા. ભાજપ ફરી એકવાર ગૃહમાં તાનાશાહી વલણમાં આવી ગયું છે અને સંસદમાં અવાજ ઉઠાવનારા સાંસદોનો અવાજ દબાવી રહ્યુ છે. પરંતુ આમ આદમી પાર્ટીના સાંસદો ક્યારેય જનતા માટે અવાજ ઉઠાવવાનું બંધ કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *