કોમનવેલ્થમાં ઝળહળ્યું ગુજરાતનું ગૌરવ- નાનકડા ગામની દીકરીએ જીત્યો ગોલ્ડ ‘ખુબ ખુબ અભિનંદન’

Published on Trishul News at 11:51 AM, Sun, 7 August 2022

Last modified on August 7th, 2022 at 11:51 AM

મહેસાણા(Mehsana): હાલ ગુજરાત(Gujarat) માટે એક ગૌરવના સમાચાર મળી આવ્યું છે. જાણવા મળ્યું છે કે, કોમનવેલ્થ ગેમ (Commonwealth Games)માં ગુજરાતની દીકરી ભાવિના પટેલે(Bhavina Patel) ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો છે. ત્યારે મહેસાણામાં રહેતા તેમના પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પરિવારના સભ્યોએ એક-બીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી. નોંધની છે કે, ભાવિના પટેલે ગત વર્ષે ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો. તો આ વખતે કોમનવેલ્થમાં ગોલ્ડ મેડત જીત્યો છે. ભાવિનાએ ગોલ્ડ મેડલ જીતતા પોતાના પરિવારનું તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

મળતી માહિતી અનુસાર, ભારતની સ્ટાર પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ વડનગરની સુંઢિયા ગામના વતની છે. ત્યારે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીતતા નાનકડા એવા સુંઢિયા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગોલ્ડ આવવાથી ભાવિનાના પરિવારમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પરિવારના સભ્યો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી. તો તેના પિતા હસમુખભાઈ પટેલ અને માતા નિરંજનાબેન પટેલ તો દીકરીની આ સફળતાથી ગદગદ થઈ ગયા હતા. 

દીકરીની સફળતાથી અત્ત્યંત આનંદિત થયેલી માતા નિરંજનાબેને જણાવ્યું કે, ભાવિનાની સંઘર્ષભરી જિંદગી રહી હતી. તેમાંથી બહાર હવે નીકળી ગઈ છે. નાનકડી ચાલીમાં રહેતી, ભાડે રહેતી, તો ક્યારેક ભાઈ-ભાઈ અને બહેનપણીઓ સાથે રહીને આગળ વધતી ગઈ. તેને આગળ વધીને દેશ માટે કંઈક કરવુ છે. ત્યારે વધુમાં પિતાએ કહ્યુ કે, એટલી ખુશી છે કે, તે આવશે તો તેનુ ભવ્ય સન્માન કરીશું. ભવ્ય વરઘોડો કરીને આતશબાજી કરીશું. પિતા તરીકે મને ગર્વ થઈ રહ્યો છે. હાલ અમે તેનુ સન્માન કરવા તલપાપડ થઈ રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "કોમનવેલ્થમાં ઝળહળ્યું ગુજરાતનું ગૌરવ- નાનકડા ગામની દીકરીએ જીત્યો ગોલ્ડ ‘ખુબ ખુબ અભિનંદન’"

Leave a comment

Your email address will not be published.


*