રવીન્દ્ર જાડેજા જેવા ખ્યાતનામ ક્રિક્રેટર આપનાર જામનગર તરફથી દેશને મળશે વધુ એક અણમોલ રત્ન 

Published on: 2:23 pm, Sat, 31 July 21

ક્રિક્રેટજગત માટે હાલમાં એક ખુબ આનંદનાં સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ એક એવી રમત છે કે, જેમાં બંને ટીમના 11-11 થઈને કુલ 22 ખેલાડીઓ હાર જીત માટે રમતા હોય છે તેમજ તેમાં 2 અમ્પાયરની ભૂમિકા પણ એટલી જ અગત્યની બની રહે છે.

સ્થાનિક ટુર્નામેન્ટથી લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ સુધીમાં અમ્પાયરીંગ કરવું પડે એ સરળ વાત નથી. જેમાં એકાગ્રતા, નજર, તટસ્થતા તથા આત્મવિશ્વાસ તેમજ તમામ નિયમોની જેને સમજ હોય એવી વ્યક્તિ જ અમ્પાયરીંગ કરી શકે છે. અત્યાર સુધી ક્રિકેટમાં જામનગરની ધરતી એ દેશ માટે ખેલાડીઓ આપ્યા છે.

હવે તેનાથી ઉપર તે રમત માટે અમ્પાયર પણ આપશે. જામનગરે દેશને કેટલાક ખેલાડીઓ આપ્યા છે. જામનગરે દેશને જામ રણજીતસિંહજીથી લઈને રવિન્દ્ર જાડેજા સુધી ખ્યાતનામ ક્રિકેટરો આપ્યા છે ત્યારે આ ભૂમિ પરથી ક્રિકેટ ક્ષેત્રે અમ્પાયરીંગમાં પણ દેશ કક્ષાએ જામનગરનું નામ રોશન થવા માટે જઈ રહ્યું છે.

જામનગરનો જય શુક્લ ભારતીય ક્રિકેટ ઇતિહાસનો સૌથી નાની ઉંમરનો અમ્પાયર બન્યો છે કે, જેના માટે તેને અભિનંદન આપવા ઘટે. જામનગરની ધરતી પર જામરણજીતસિંહજી રાજાશાહી સમયમાં ક્રિકેટ જગતમાં સમગ્ર વિશ્વમાં જામનગરનું ગૌરવ વધાર્યું હતું.

જામનગરની ધરાએ જામ રણજીતસિંહજી બાદ જામદુલિપસિંહજી, વિનુ માંકડ, સલીમ દુરાની, અજય જાડેજા તથા છેલ્લે રવિન્દ્ર જાડેજા એમ કેટલાય ખેલાડીઓ ઈન્ટરનેશનલ કક્ષાએ ચમકી ઉઠ્યા છે ત્યારે હવે અમ્પાયરીંગ ક્ષેત્રે પણ જામનગરના જય શુક્લએ પર્દાર્પણ કર્યું છે.

હાલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની સ્થાનિક ટુર્નામેન્ટમાં અમ્પાયરીંગ કરવા માટેની પરીક્ષા આ યુવાને પાસ કરી દીધી છે તેમજ લેવલ-2 એટલે કે રણજી ટ્રોફી, દેવધર ટ્રોફી જેવી રાજ્યકક્ષાની તથા આંતર રાજ્ય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરવા માટેની નેમ ધરાવે છે.

જો આ સંભવ થઈ જાય તો દેશને ખ્યાતનામ ક્રિકેટરો આપનાર જામનગરની ભૂમિ પરથી વધુ એક આંતરરાષ્ટ્રીય અમ્પાયરનો પણ ઉદય થતો જોવા મળશે. જય શુક્લએ ધોરણ-10 સુધી અભ્યાસ કર્યા પછી જામનગરમાં જ ડિપ્લોમા એન્જીનીયર કરીને એન્જીનીયરીંગની ડિગ્રી હાંસલ કરી છે.

ક્રિકેટ રમવાનો શોખ હોવાને લીધે એણે અભ્યાસ છોડી દીધો હતો પણ બાળપણથી જ દાદા જગદીશચંદ્ર શુક્લની સાથે ક્રિકેટના મેચ નિહાળવાના શોખને અવિરત રાખ્યો હતો. ત્યારપછી ક્રિકેટમાં અમ્પાયરીંગ ક્ષેત્રે આગળ વધવાનું સપનું જોયું હતું. આ દિશામાં તેમણે શક્ય એટલા પ્રયાસો કર્યા હતા.

દાદા પાસેથી મળેલ જ્ઞાનને પ્રેક્ટીકલ રૂપે પોતાના જીવનમાં ઉતારીને અમ્પાયરીંગની પરીક્ષા આપી હતી. જો કે, આ પરીક્ષા 79 પરીક્ષાર્થીઓ આપી હતી, જેમાંથી મારે 40 વિધાર્થીઓ ઉર્તીણ થયા હતા. જેમાં જય શુક્લ સૌથી નાની વયનો અમ્પાયર બન્યો હતો.

હાલમાં તો ક્રિકેટ જગતમાં અત્યાર સુધી નાની વયના અમ્પાયર તરીકે નીતિન મેનન રહ્યા છે તેમજ તેમના માર્ગદર્શન હેઠળ જય શુક્લ અમ્પાયરીંગ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. તેમને મેળવેલ અમ્પાયરની પદવી જામનગર માટે આગામી દિવસોમાં ખુબ ગૌરવ સમાન સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.