અમદાવાદની અનોખી ‘સોડા સોપ’ -જ્યાં ગંગુબાઈ, બાહુબલીથી લઈને પુષ્પા ફ્લેવરની મળે છે સોડા

Published on: 9:22 am, Fri, 25 March 22

સદીઓથી ભોજન બાબતે વિશ્વમાં ગુજરાતનો દબદબો છેલ્લા હજારો વર્ષથી છે, ભૂખ્યાને ભોજન, અને કાઠિયાવાડની મહેમાનગતિ હજારો વર્ષ પૂર્વે જાણીતા છે. કાઠિયાવાડની દરિયાદિલીના દર્શન દેશવાસીઓએ ભાગલા સમયે જોઈ લીધા હતા. આજે સમગ્ર વિશ્વમાં ભારતદેશ અને ગુજરાત વિશ્વ વિખ્યાત છે.

“કાશીનું મરણ અને સુરતનું જમણ” વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે, મરવું હોય તો કાશીમાં અને જમવું હોય તો સુરતમાં. હજારો કરોડો વર્ષો પૂર્વે વેદ અને ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે, કાશી એ આત્માની મોક્ષ પ્રાપ્તિ માટેનું ઉત્તમ સ્થાન છે. તો સામે ગુજરાતમાં આવેલું સુરત જમવાની અને ભોજનની વિશિષ્ટતા અને વિભિન્ન પ્રકારના ભોજનના પ્રકારો માટે વિશ્વમાં વિખ્યાત છે.

આજે ધીરે ધીરે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, અને સુરત ધીરે ધીરે હવે વિકસિત થતાં જાય છે. ભોજન અને અવનવી વાનગીઓના રસિયા ફક્ત અને ફક્ત ગુજરાતમાં જ છે,એવું કહીએ તો ચાલે કારણ કે આજે વિશ્વમાં ગુજરાતની ઘણી બધી ખાણીપીણીની વસ્તુઓ ખૂબજ પ્રખ્યાત છે, અને લોકો હોંશે હોંશે ખાય છે.

સુરતની વાત કરીએ તો સુરતની ખાઉધરા ગલી, પીપલોદ રોડ, વરાછામાં યોગીચોક, અને કતારગામમાં પંડોળ, તો અમદાવાદમાં માણેકચોક, સીજીરોડ, તો રાજકોટમાં કાલાવડ રોડ, અને હાઇવે જેવા વિસ્તારોમાં હંમેશા લોકોથી ખીચોખીચ ભરેલા જોવા મળે છે. લોકો શહેરના એક ખૂણેથી બીજા ખૂણે ફક્ત અને ફક્ત ખાણીપીણીની મજા માણવા માટે આવે છે.

અહીંના વિસ્તારોમાં તમને નવી વેરાઈટી સાથે વિવિધ પ્રકારની ખાણીપીણીની વસ્તુઓ આરામથી તમને મળી જશે. તમને અહીં લોકો અલગ-અલગ પ્રકારની જમવાની વસ્તુઓ આરોગતા તમને જોવા મળશે. તમે વસ્તુ જોઈને એમ કહી જશો કે આ શું છે? અને કઈ રીતે ખવાય? જેમાં સૂરતનો પ્રખ્યાત લોચો, અમદાવાદનો ગોટાળો રાજકોટનું ગંધારું ભૂસુ જામનગરના ઘૂઘરા અને સુરતની આલુપુરી કે જે હજુ ગુજરાત બહારના લોકોને ચાખી પણ નથી. અને ગુજરાતમાં વર્ષે કરોડો રૂપિયાની ઓહિયા કરી જાય છે આ ગુજરાતીઓ.

હજારોના ટોળામાં જો તમારે ગુજરાતીને શોધવો હોય તો આસાન છે. તે તેના પહેરવેશ અને બોલી થી ઓળખાય જશે. એવીજ રીતે જો તમારે ગુજરાતી જમવાનું શોધવું હોય તો, તે તેની વિશિષ્ટતા અને સ્વાદથી અને નવીનતાથી ઓળખાય જશે.

આજે અમદાવાદમાં તમને સાંભળીને પણ નવાઈ લાગે અને મગજ ગરમ થઈ જાય એવા નામો સાથે તમને શરીરમાં ઠંડક અપાવે તેવી ગોઠવણ કરવામાં આવી છે અને આ સાથે જ એકદમ નવીનતા સાથે ખાણીપીણીના ક્ષેત્રે એક નવું ઉભરતું નામ એટલે માત્ર ને માત્ર સ્વામિનારાયણ સોડા અહી તમને સોડાની અવનવી અને એવી એવી વેરાયટીઓ મળશે કે તમે સાંભળીને ચોકી જશો, તમને લાગશે કે તમે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં છો કે, પરિવાર સાથે બહાર આવ્યા છો…

નોટબંધી, પપ્પુ કી જપ્પી, પાટીદાર, અનામત, જીએસટી, મેટ્રો, ઓબીસી, વાઈ-ફાઈ, એસસીએસટીસી, સ્વામિનારાયણ, રામમંદિર, મોદી અગેઇન, ટીકટોક, 4G, 5G, વોટ્સેપ, સ્ટેચુ, રાજપુતાના, જમ્મુ-કાશ્મીર, અભિનંદન, પબજી, પીઓકે, ગો બેક કોરોના, લોકડાઉન, જ્વાળામુખી, મિસાઈલ, રાફેલ, પબજી, પુષ્પરાજ, ગંગુબાઈ નામ જાણીને આપ સૌં ચોકી જશો અને વિચારતા રહી જશો કે આ છે શું?

વાસ્તવમાં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ચાર રસ્તા પાસે એક આધેડ વયના વ્યક્તિ એક રિક્ષા લઈને આવે છે. અને રીક્ષામાં સોડા બનાવવા નો સામાન હોય છે,અને તેઓ ચાર રસ્તે ઉભા રહી જાય છે અને ત્યાંથી જસોદા બનાવીને વેચે છે.આજે તેમની પાસે 150થી પણ વધારે સોડાની અવનવી અને વિવિધ પ્રકારની આઈટમો છે. અને તેઓ ઘણી બધી અલગ રીતે બનાવે છે, આટલું જ માત્ર નહીં તમને પેટમાં દુખતું હોય, તો પણ થોડા તમને માથું દુખતું, હોય તો પણ સોડા તમને આંખો દુખતી હોય, તો પણ થોડા તમને તાવ આવ્યો,હોય તો પણ સોડા તેઓ સોડા સાથે સાથે આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલી સોડા પણ વેચે છે.

હાલમાં ઉનાળાની સીઝન હોય તેમની રીક્ષા પાસે બપોરથીજ લોકો સોડા પીવા માટે લાઈનો લગાવી દે છે. બાળકથી માંડીને વૃદ્ધ વડીલ તો તાજામાજાથી માંડીને બીમાર વ્યક્તિઓ પણ તેમની રીક્ષા પર સોડા પીવા આવે છે.આજકાલ અમદાવાદમાં આ સ્વામીનારાયણ સોડાનો અનોખો ક્રેઝ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.