ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ગનનું વેચાણ વધ્યું , અમદાવાદ પ્રથમ સ્થાને અને બીજા સ્થાને…

અમેરિકાની માફક ભારતમાં બંદૂક મેળવવી સરળ નથી. વગર લાઈસન્સ ભારતમાં બંદૂક ખરીદી શકાતી નથી. બંદૂકનું લાઇસન્સ સરળતાથી મળતું નથી. ગુજરાત અથવા સમગ્ર ભારતમાં કોઈપણ સામાન્ય…

અમેરિકાની માફક ભારતમાં બંદૂક મેળવવી સરળ નથી. વગર લાઈસન્સ ભારતમાં બંદૂક ખરીદી શકાતી નથી. બંદૂકનું લાઇસન્સ સરળતાથી મળતું નથી. ગુજરાત અથવા સમગ્ર ભારતમાં કોઈપણ સામાન્ય વ્યક્તિએ બંદૂકને પોતાની સાથે રાખવા લાઇસન્સની જરૂર પડે જ છે. સામાન્ય રીતે મિલકતની સુરક્ષા, વ્યક્તિ પોતાની સુરક્ષા માટે બંદૂક રાખી શકે છે. ત્રણથી વધારે બંદૂકના લાઇસન્સ કોઈ વ્યક્તિ રાખી શકતો નથી જો આવુ કરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

ડિસેમ્બરમાં મળેલા બજેટ સત્રમાં પૂછાયેલા એક પ્રશ્નમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા 5 વર્ષમાં 1 જુલાઇ 2014 થી 30 જૂન 2019 સુધી ગુજરાતમાં 9387 ગનનું વેચાણ થયું છે. જેમા અમદાવાદ અને રાજકોટ ટોપ પર રહ્યા છે. જેમાં 1340 ગનના વેચાણ સાથે અમદાવાદ પ્રથમ સ્થાને જ્યારે રાજકોટ 1161 સાથે બીજા નંબરે છે. 9387 ગનમાં NPB ગન, રિવોલ્વર, પિસ્તોલ અને રાઈફલનો સમાવેશ થાય છે. સેલ્ફ પ્રોટેક્શન અને ક્રોપ પ્રોટેક્શન માટે લોકો સૌથી વધુ ગન ખરીદતા હોવાનું કારણ જાણવા મળ્યું છે

સૌથી વધુ રિવોલ્વર ગનનું વેચાણ

રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં બંદૂકના વેચાણમાં 118 ટકા જેટલો વધારો થયો છે. જેમાં અમદાવાદ 1,340, રાજકોટમાં 1161, કચ્છમાં 598, જામનગરમાં 543, સુરતમાં 308 અને વડોદરામાં 391 બંદૂકનું વેચાણ થયું છે. અમદાવાદના સાબરમતી આરટીઓમાં સીએમ ગન હાઉસનો હવાલો સંભાળતા મહેશ સોનીના જણાવ્યાં અનુસાર, બંદૂક ખરીદનારાઓની યાદીમાં ઉદ્યોગપતિઓ અને વકીલો સૌથી ઉપર છે. 0.32 રિવોલ્વર અમદાવાદમાં સૌથી વધુ વેચાય છે.

 

2016થી 2017માં 25 ટકા ગનનું વેચાણ

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 9387 જેટલી ગનનું વેચાણ થયું હતું. જેમાથી 25 ટકા ગનનું વેચાણ માત્ર જુલાઇ 2016થી જૂન 2017 સુધીમાં થયું હતું. તે જ વર્ષે સરકાર દ્વારા વેપન ટેક્સમાં 120 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેનાથી સરકારને 2014થી 2015ની સરખામણીમાં 2016થી 2017માં રૂ. 52,96,618ની આવક થઇ હતી. જોકે 2018થી 2019માં માત્ર 1,262 ગનનું જ વેચાણ થયું હતું.

સેલ્ફ પ્રોટેક્શન માટે સૌથી વધુ ગનનું વેચાણ

ગુજરાતમાં વેચાયેલી બંદૂકોમાં 34 ટકા રિવોલ્વર અને 6.5 ટકા પિસ્તોલ છે. જોકે, 12 બોર ગન વેચાણનું 57 ટકા જેટલું છે. આ 12 બોર ગન સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં વેચાય છે જ્યાં લોકો પાકની સુરક્ષા માટે લાઇસન્સ મેળવે છે. ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા 31 માર્ચ 2019 સુધીમાં 1700 ગન લાઇસન્સ ઇસ્યુ કર્યા હતા જેમાથી 15 ટકાથી વધુ અમદાવાદ જિલ્લાને સેલ્ફ પ્રોટેક્શન અને પાક સંરક્ષણ માટે આપવામાં આવ્યા હતા. સેલ્ફ પ્રોટેક્શન માટે અમદાવાદ શહેરમાં સૌથી વધુ લાઇસન્સ આપવામાં આવ્યા હતા.

લોકો શા માટે હથિયારનું લાઇસન્સ લે છે ?

મોટા ભાગે લોકો આત્મરક્ષણ માટે ગણ લે છે. ચારથી પાંચ મુખ્ય મુદ્દાઓને લઇને લોકો લાઇસન્સ લે છે. એક તો સૌ કોઇ પોતાની ઇજ્જત, જીવ અને સંપત્તિની રક્ષા કરવા માગે છે જેનો અધિકાર કાયદાએ આપ્યો છે. કોઇને અસુરક્ષાની ભાવના હોય તો તેને લાઇસન્સ લેવાની ઇચ્છા થાય છે. જો લાઇસન્સ મળે તો ઠીક, નહીંતર એ ગેરકાયદે રીતે હથિયાર રાખે છે. બીજું, અમુક લોકો પાસે પરંપરાગત રીતે હથિયારો આવ્યા હોય છે તેથી તેઓ ભાવનાથી હથિયારો સાથે જોડાયેલા હોય છે. ત્રીજું દેખાડા માટે. અમુક લોકો દેખાડા માટે હથિયારો રાખતા હોય છે. ચોથું સ્ટેટસ સિમ્બોલનું કારણ છે. અમુક જનપ્રતિનિધિઓ તેમની સુરક્ષા અને પ્રભાવમાં વધારા માટે આ રીતે હથિયાર રાખે છે. પાંચમાં મુદ્દામાં ગુનેગારો સામેલ છે. નક્સલીઓ, આતંકવાદીઓ અપરાધ માટે હથિયાર રાખે છે અને તેમની સંખ્યા ઘણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *