ફક્ત શારીરિક જ નહિ પરંતુ જીવનના અન્ય કામો માટે પણ ખુબ ઉપયોગી છે ગોળ- જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર?

Published on: 4:19 pm, Mon, 22 November 21

ગોળ હંમેશા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો શિયાળાની ઋતુમાં વધારે માત્રામાં ગોળનો ઉપયોગ કરતા હોય છે. આ ઋતુમાં લોકોને ગોળ ખાવાનું વધારે પસંદ હોય છે. ગોળ સ્વાદમાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં પણ ગોળના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. ગોળનો ઉપયોગ વિવિધ ઘરેલું દવા તરીકે પણ કરવામાં આવે છે. જો કે જ્યોતિષમાં પણ તેના ખુબ જ ફાયદા જણાવવામાં આવ્યા છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગોળને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગોળને સૂર્યનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ગોળના કેટલાક એવા ઉપાયો વિશે જણાવા જઈ રહ્યા છીએ કે જેના ઉપયોગથી તમારી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.

ગોળ ખાવાના કેટલાક ખાસ ઉપાય
તમને જણાવી દઈએ કે જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો ગોળ તમારા માટે ખુબ જ અસરકારક છે. તમારે તમારા કોઈપણ કામની શરૂઆત ગોળ ખાઈને કરવી જોઈએ.

સૂર્ય દોષ માટે…
સૂર્ય દોષને દૂર કરવા માટે ગોળનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. સૂર્યના દોષને દૂર કરવા માટે ગોળની એક ગાંઠ વહેતા પાણીમાં બોળી રાખવી જોઈએ. તેની સાથે રવિવારથી 8 દિવસ સુધી દરરોજ 800 ગ્રામ ઘઉં અને 800 ગ્રામ ગોળ મંદિરમાં અર્પણ કરવા જોઈએ, તેનાથી સૂર્ય સંબંધિત દોષો પણ દૂર થાય છે.

અટકેલા કાર્યો માટે…
જો લાંબા સમય સુધી તમામ પ્રયત્નો પછી પણ તમારું કોઈ કામ અટકી રહ્યું છે, તો તેને જલદી કરવા માટે, ઘરમાં દેશી ગોળ લાવો અને સમયાંતરે તેને થોડું-થોડું કરીને ખાતા રહો, એવું કહેવાય છે કે તેનાથી પણ થયેલા ખરાબ કામ જલ્દી સારા થઇ શકે છે.

નવી નોકરી મેળવવા માટે…
જો તમે કોઈ નવી નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જતા હોવ તો નોકરીની શોધમાં ઘરની બહાર નીકળતી વખતે અથવા નોકરીની શોધ માટે ભાર નીકળતી વખતે રસ્તામાં આવતી ગાયને લોટ અને ગોળ ખવડાવીને જાવ. આ તમને ચોક્કસ પણે સફળતા અપાવશે.

બજરંગબલીની કૃપા મેળવવા માટે…
જો તમે ઈચ્છો છો કે સંકટમોચન હનુમાનજી તમારા પર કૃપા કરે. તો આ માટે તમારે હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ચડાવવો જોઈએ, કારણ કે તેની કૃપા બની રહે છે. એટલું જ નહીં સુંદરકાંડ કરતી વખતે પણ હનુમાનજીને ગોળ અને ચણા ચઢાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.