માસ્કને બદલે મોઢા પર સાપ લપેટીને જાહેરમાં ફરી રહ્યો છે આ વ્યક્તિ…

Published on: 12:43 pm, Fri, 18 September 20

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોના વાયરસથી બચવા માટે દેશ-વિદેશના લોકો બચાવની જુઈ-જુદી રીતો અપનાવી રહ્યા છે. તમામ દેશમાં કોરોનાથી બચવા માટે પોતાના નિયમો બનાવી લીધા છે. જેનું કડકપણે પાલન કરવું ખુબ જ જરૂરી છે. કોરોનાનાં સમયમાં ફેસ માસ્ક ફેશન સ્ટેટમેન્ટની રીતે ઉભરીને આવી રહ્યા છે. જો કે, ફેસ માસ્કની સાથે સંબંધિત એક આવો વીડિયો સામે આવી રહ્યો છે. જેને જોઈને આપ આશ્ચર્યચકિત થઈ જશો.

માસ્કને બદલે લપેટ્યો છે સાપ :
ઈંગ્લેન્ડની સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જો કોઈ માસ્ક વિના જોવાં મળે છે તો એની વિરૂદ્ધ દંડ તેમજ કાર્યવાહી કરવામાં આવે છે. આ બધાની વચ્ચે માનચેસ્ટરમાં એક એવો વ્યક્તિ પણ છે કે, જે માસ્કને બદલે ગળામાં સાંપ લપેટીને બસમાં મુસાફરી કરી રહ્યો હતો.

તમામ લોકોને લાગ્યું કે આ માસ્ક છે :
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ રહ્યો છે. વીડિયોમાં ગળામાં લપેટાયેલ આ સાપને કોઈ બ્રાન્ડેડ ક્લોધિંગ સ્ટોલ જેવો જણાઈ રહ્યો છે તેમજ નજીક બેઠેલા લોકોને ખબર પણ ન પડી કે એમની પાસે બેઠેલ વ્યક્તિ માસ્ક નહીં પણ સાપ લપેટીને બેઠો છે. લોકોને આ વાતની જાણ ત્યારે થઈ કે જ્યારે એ વ્યક્તિના ગળામાંથી સાપ ખસતો ખસતો હાથ પર જતો રહ્યો.

પોલીસે લીધો એક્શન :
બસમાં આવાં પ્રકારની હરકત કરનાર વ્યક્તિની વિરૂદ્ધમાં ફરીયાદ નોઢવામાં આવી છે તથા પોલીસ એમની તપાસમાં લાગેલ છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે, છેવટે આ વ્યક્તિએ માસ્કને બદલે સાપનો ઉપયોગ કેમ તેમજ કઈ રીતે કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en