IIM ના પ્રોફેસરની માંડીને જ્ઞાનવત્સલ સ્વામી, મલ્ટી નેશનલ કંપનીના ચેરમેન આપશે મેનેજમેન્ટની તાલીમ- જાણો જોડાવાની પ્રોસેસ

વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ઘણા મહાનુભાવ કહે છે કે વિશ્વની નામાંકિત મેનેજમેન્ટ…

વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ઘણા મહાનુભાવ કહે છે કે વિશ્વની નામાંકિત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટે(Institute of Management) પ્રમુખ સ્વામીજીના કાર્યો પર કેસ સ્ટડી તૈયાર કરવો જોઈએ. પ્રમુખ સ્વામીજીના જીવનમાંથી લીડરશિપના વૈશ્વિક ગુણો શીખી શકાય તે હેતુથી ત્રણ મહિનાનો ખાસ શોર્ટ ટર્મ કોર્સ IPDC દ્વારા તૈયાર કરાયો છે. જેમાં BAPS સંસ્થાના પીએચડી થયેલા સંતો ઉપરાંત IIMના પ્રોફેસર અને ઈન્ડસ્ટ્રીઝના સફળ વ્યક્તિઓ દ્વારા પોતાના અનુભવ શેર કરવામાં આવશે.

IPDC દ્વારા પ્રસ્તુત “9 Legendary Lessons of Leadership from the Life of Pramukh Swami Maharaj” નામનો 3 મહિનાનો કોર્સ આગામી એપ્રિલ મહિનાની 21મી તારીખથી શરૂ કરવામાં આવશે. જેમાં સરેરાશ 45 મિનિટના 10 લેક્ચર્સ નિષ્ણાત વક્તાઓ દ્વારા લેવામાં આવશે. કેવી રીતે લોકોના હ્રદય સુધી પહોંચવું, 24 કલાકનાં દિવસમાં વધુ અસરકારક 1 કલાક કેવી રીતે ઉમેરવો, કઠિન પરિસ્થિતિમાં પોતાની જાતને કેવી રીતે મેનેજ કરવી જોઈએ જેવા અલગ અલગ મુદ્દા ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.

આ કોર્સમાં લીડરશીપ માત્ર નોકરીમાં જ નહીં પરંતુ પરિવાર અને જીવનમાં પણ કેવી રીતે કરવી તે પણ શિખવાડવામાં આવશે. આ કોર્સમાં કિશોરથી લઈને યુવાનો, બીઝનેસમેન, કર્મચારી, મોટી ઊંમરના નિવૃત લોકો પણ જોડાઈ શકે છે.

આ કોર્સમાં IIMના પ્રોફેસર્સ પણ ભણાવશે. આ કોર્સના એક્સપર્ટ સેશનમાં IIM અમદાવાદના પ્રોફેસર નિહારિકા વોહરા, રાજેશ પંડિત અને ગોકુલ કામથ ભણાવશે. આ સાથે ગેસ્ટ ઈન્ટરવ્યૂમાં મેટ્રોમેન ઓફ ઈન્ડિયા ડો. ઈ શ્રીધરન, લિંક્ડ ઈનના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહક શ્રૌફ અને અમૂલના એમ.ડી- આર.એસ.સોઢી પણ પોતાના અનુભવ શેર કરશે. આ સાથે સંસ્થાના વિદ્વાન સંતો અને મોટિવેશનલ સ્પીકર પૂ. જ્ઞાનવત્સલ સ્વામી પણ માર્ગદર્શન આપશે.

અમે તમને ટૂંકમાં જણાવી દઈએ આ કોર્ષ વિશેની સંપૂર્ણ માહિતી:
આ IPDC કોર્ષ 3 મહિના રહેશે. આ કોર્ષમાં 10 લેક્ચર, 3 એક્સપર્ટ સેશન, 10 કરતાં વધારે ગેસ્ટ ઈન્ટરવ્યૂનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ કોર્ષની ફી 800 રૂપિયા રાખવામાં આવી છે.

કેવી રીતે જોડાઈ શકશો આ IPDC કોર્ષમાં:
આ કોર્સના રજિસ્ટ્રેશન માટે સૌ પ્રથમ www.ipdc.org પર જાઓ. તેમાં register now બટન પર click કરી જે ફોર્મ ખૂલે તે ભરો અને ત્યારબાદ 800 રૂપિયા ફી ભરી તમે આ લાઇફ ચેન્જિંગ કોર્સમાં તમે જોડાઈ શકો છો. લીડરશીપનો આ ઓનલાઇન કોર્સ 21 એપ્રિલથી શરૂ થશે. વધુ માહિતી માટે www.ipdc.org નો સંપર્ક કરવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *