ભયંકર ઠંડી વચ્ચે ચીન-પાકિસ્તાન સામે લડવા દેશના જવાનો માટે ગુજરાત યુનિવર્સિટીએ બનાવ્યું ઘાતક હથીયાર…

Published on: 7:35 pm, Wed, 23 September 20

હાલમાં ભારત-ચીનની વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે. આને લીધે ઘણીવાર આપણા જવાનો શહીદ થતાં રહેતાં હોય છે પરંતુ હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. માઇનસ 40 ડિગ્રીમાં ઘરની બહાર નીકળવું પણ ખુબ મુશ્કેલ પડતું હોય છે ત્યારે દેશનાં જવાનો સરહદ પર દેશની સુરક્ષા કરી રહ્યાં છે.

કાતિલ ઠંડીમાં પણ દેશનાં જવાનો સરહદની રક્ષા કરી રહ્યાં છે ત્યારે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી તથા કોલેજ ઓફ મિલિટરી ઇન એન્જીનિયરિંગ પુના દ્વારા દેશનાં જવાનોની માટે હેબીટાટ તૈયાર કરવામાં આવ્યું છે. જે કુલ 6 ફૂટના બરફની સામે રક્ષણ આપી શકે છે.

આપણી સેનાનાં જવાનો આપણી માતૃભૂમિની રક્ષા કાજે પોતાના જીવને જોખમમાં મૂકીને દેશની સુરક્ષા કરી રહ્યાં છે. સિયાચીન જેવી બર્ફીલી જગ્યાઓ પર તેઓને સ્નોબાઇટ્સ તથા સ્નોફોલ્સનું જોખમ વધુ રહેલું હોય છે. આવી જગ્યાઓ પર રહેવું પણ ખુબ મુશ્કેલ બનતું હોય છે ત્યારે આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાત યુનિવર્સિટીને એક રિસર્ચ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો.

જેનાં ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીએ ગયા મહિને લેહમાં એક હેબીટાટ લગાવ્યો છે. હેબીટાટની વિશેષતાની વાત કરવામાં આવે તો હેબિટાટને સ્પેસમાં વાપરવામાં આવતા ફેબ્રિકથી બનાવવામાં આવ્યું છે. જેમાં હાઈડ્રો કાર્બન, PVC તથા કોટનને કોમ્પોઝીટ કરીને ફેબ્રિક બનાવવામાં આવ્યું છે.

હેબીટટથી કુલ 6 ફુટ સુધીના બરફ સુધી જવાનોને રક્ષણ મળી રહેશે. હેબીટટમાં કુલ 50 લોકોને રહેવાની તથા ટોયલેટ સાથેની બધી જ સુવિધા હશે. આ હેબીટાટની ફ્રેમ ફોલ્ડએબલ છે. જેને માત્ર 2.5 કલાકમાં ડીસમેન્ટલ કરીને ફરીથી એને રીઓર્ગેનાઇઝ કરી શકાય છે. ટ્રાન્સપોર્ટેશનમાં પણ એ સરળ રહે તે રીતે એને બનાવવામાં આવ્યું છે.

જ્યારે ડિફેન્સમા કોઈ એક મોડલ સફળ થાય ત્યારે એને બીજી જગ્યાએ જરૂર મુજબ લગાવવામાં આવે છે ત્યારે આ હેબીટાટને રણ પ્રદેશ તથા જંગલ વિસ્તારમાં લગાવવામાં આવશે. આની તે માટેનું રિસર્ચની શરૂઆત થઈ રહી છે. હાલ સુધીમાં કુલ 6 વિવિઢ પ્રોડક્ટ યુનિવર્સિટી આર્મીને આપી ચુકી છે.

આ નવું નજરાણું પણ આર્મીને આપવામાં આવ્યું છે. આ રિસર્ચનાં ભાગરૂપે કુલ 1,20,00,000નું ફંડ ગુજરાત યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે. અહી અગત્યની વાત તો એ છે કે, હાલમાં ભારત-ચીનની વચ્ચે તણાવની સ્થિતિ ચાલી રહી છે. આપણા ભારતીય જવાનો દેશની ખડેપગે રક્ષા કરી રહ્યા છે. આપણા જવાનો કાશ્મીર તથા સીયાચીન ગ્લેશિયરમાં કાતિલ ઠંડીમાં દેશની રક્ષા કરી રહ્યા છે. તેમાં આ હેબીટાટ મહત્વની ભૂમિકા ભજવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle