કાળ બનીને ત્રાટક્યો અને ટોળાને કચડતો નીકળી ગયો ટ્રક, એક સાથે 12 લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

બિહાર(Bihar)ના વૈશાલી(Vaishali)માં રવિવારે એટલે કે ગઈકાલે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો હતો. વૈશાલીના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા અકસ્માતમાં બાળકો અને મહિલાઓ સહિત કુલ…

બિહાર(Bihar)ના વૈશાલી(Vaishali)માં રવિવારે એટલે કે ગઈકાલે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો હતો. વૈશાલીના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા અકસ્માતમાં બાળકો અને મહિલાઓ સહિત કુલ 12 લોકોના મોત(12 people died) થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ લોકો ભોજન ગ્રહણ કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. આ માહિતી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ દ્વારા બાળકોના મૃતદેહ અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું. રસ્તા પર ભારે જામ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને સુચારૂ બનાવ્યો હતો.

દુર્ઘટના બાદ રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના ધારાસભ્ય મુકેશ રોશન ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટના અંગે પૂછપરછ કરી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આરજેડી ધારાસભ્ય મુકેશે દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 12 લોકોના જીવ ગુમાવ્યાની માહિતી આપી છે.

RJD ધારાસભ્યના જણાવ્યા અનુસાર, નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણ લોકોના સારવાર માટે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયા હતા. અધિકારીઓએ આ ઘટનામાં આઠ બાળકોના મોતની માહિતી આપી હતી. અકસ્માત વિશે જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામેલા તમામ આઠ બાળકો હતા. હવે ધારાસભ્યએ કહ્યું છે કે મૃત્યુ પામેલાઓમાં મહિલાઓ પણ સામેલ છે.

ટ્રક ધાર્મિક કાર્યક્રમમાં સામેલ હતી:
અકસ્માત બાદ પોલીસે સંબંધિત ટ્રકના ડ્રાઈવર અને હેલ્પરની ધરપકડ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે ટ્રકમાં આ અકસ્માત થયો તે એક ધાર્મિક કાર્યક્રમમાં સામેલ હતો. ટ્રક ડ્રાઈવરની ધરપકડની પુષ્ટિ કરતા વૈશાલીના પોલીસ અધિક્ષકે કહ્યું છે કે તે દારૂના નશામાં હતો કે નહીં તે જાણવા માટે મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ શોક કર્યો વ્યક્ત: 
આર્થિક સહાયની જાહેરાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત ઘણા નેતાઓએ બિહારમાં થયેલા અકસ્માત પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. પીએમઓ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે બિહારના વૈશાલીમાં થયેલી દુર્ઘટના દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે મૃતકોના પરિવારોને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ સાથે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *