છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતની સડકો પર એટલા અકસ્માત થયા છે, જેનો આંકડો જાણી ચોંકી ઉઠશો

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ રાજ્યમાંથી ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે.અકસ્માતને કારણે ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવતાં હોય છે.…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ રાજ્યમાંથી ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે.અકસ્માતને કારણે ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવતાં હોય છે. આની સાથે-સાથે પરિવારજનોને પણ પણ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવતો હોય છે.

મોટાભાગનાં અકસ્માત અતિભારે વરસાદને કારણે રસ્તામાં ખાડા પડવાને લીધે જ થતાં હોય છે. આની સાથે જ ઘણાં લોકોની પુરઝડપથી વાહન ચલાવવાને લીધે અન્ય કોઈ વાહન અડફેટે લઈ લેતાં વાહનચાલકનું મોત થતું હોય છે. હાલમાં એક યાદી બહાર પાડવામાં આવી રહી છે કે, જેમાં છેલ્લા કુલ 5 વર્ષમાં કેટલા લોકોએ પોતાનો જીવ અકસ્માતને લીધે ગુમાવ્યો છે એ જણાવવામાં આવ્યું છે.

રાજ્યમાં વાહન અકસ્માતથી થતા મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારે વિધાનસભા ગૃહમાં જાણકારી આપતા જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 39,072 લોકો વાહન અકસ્માતમાં મોતને ભેટ્યા છે. વર્ષ 2015માં કુલ 8,038 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જ્યારે વર્ષ 2019માં આ આંકડામાં ઘટાડો થઈને કુલ 7,409 થયો છે. વર્ષ 2016માં કુલ 8,011 લોકોનાં માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. વર્ષ 2017માં કુલ 7,574 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે વર્ષ 2018માં કુલ 8,0 40 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *