દ્વારકા નજીક કલ્યાણપુરમાં  ટ્રક-બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 1નું મોત

Published on: 12:52 pm, Sun, 1 August 21

કલ્યાણપુર(ગુજરાત): કલ્યાણપુર પંથકના નંદાણા પાસે રોડ પર ઝડપી ટ્રકે એક બાઇકને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક પ્રૌઢ પિંડારાથી બિયારણ લેવા માટે ભાટીયા જઇ રહયા હતા. તે દરમિયાન તેઓને માર્ગમાં જીવલેણ અકસ્માત નડયો હતો.

ટ્રકના ચાલક વિરુધ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર, કલ્યાણપુર તાલુકાના પિંડારામાં રહેતા માલદેભાઈ મેરામણભાઈ લગારીયા નામના આધેડ સવારે ખેતી માટેનું બિયારણ લેવા બાઇક પર ભાટિયા જઇ રહયા હતા.

તે દરમિયાન નંદાણા ગામ નજીક સામેથી આવતા ટોરસ ટ્રકએ માલદેભાઈના બાઇકને ટકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ટકકર એટલી ગંભીર હતી કે, બાઇક રોડ પર ફંગોળાઇ ગયુ હતુ. જેના કારણે ચાલકને શરીર પર ગંભીર ઇજા થવાથી તેનુ સ્થળ પર જ મૃત્યુ થયું હતુ. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઇ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. આ ઘટના બાદ મૃતદેહને ભાટિયા પીએચસી ખાતે લઈ જવામાં આવ્યા પછી તેમનું પોષ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.