આ તો કેવી ઉજવણી?: જન્મદિવસ પર યુવકને અર્ધનગ્ન કરી, સીડી સાથે બાંધીને કર્યા એવા હાલ કે…- જુઓ ખતરનાક વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે પણ કહી ઉઠ્શો કે આતો કેવા પ્રકારની ઉજવણી કરી રહ્યા છે?

જ્યારે પણ કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય ત્યારે તેના મિત્રો પાર્ટીની માંગણી કરે છે અને કેક કાપવાથી લઈને ખાવા -પીવા સુધીની મજા માણે છે. કેટલાક લોકો ઘરે પાર્ટી કરવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક લોકો બહાર ફરવા જઈને જન્મદિવસ ઉજવવા માંગે છે. તે જ સમયે ઘણી વખત મિત્રો પણ જન્મદિવસ પર ખુબ માર મારતા હોય છે. જોકે તે કોલેજ કે હોસ્ટેલમાં આવું કરતા જોવા મળે છે. હાલમાં, સોશિયલ મીડિયા પર આવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રોએ મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા માટે વિચિત્ર હરકતો કરી છે.

હા, ઘણી વખત જન્મદિવસ પર મિત્રો દ્વારા કરવામાં આવેલી મજાક મસ્તી એટલી હદે પહોંચી જાય છે અને દર્શકોના હોશ ઉડી જાય છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસના જન્મદિવસ પર મિત્રોએ પહેલા તેને લોખંડની સીડી પર સૂવડાવી અને પછી તેનો શર્ટ ઉતારીને તેને અર્ધ નગ્ન કરી દીધો. આ પછી, કોલેજના મિત્રોએ તેને સીડી સાથે બાંધી દીધો અને તેને ઉપાડ્યો અને પછી તેને રસ્તાની બાજુમાં મૂકી દીધો. મિત્રો તેના પર ફીણ છાંટે છે. જેને લીધે વ્યક્તિની હાલત એવી થઈ ગઈ છે કે કોઈ તેને ઓળખી શકતું નથી.

આ મામલાનો અહિયાં જ અંત નથી આવતો. શાળાના મિત્રોએ તેને બાંધી દીધો અને તેને એવી જગ્યાએ ઉભો રાખ્યો કે તે નીચે ન ઉતરી શકે. ગુલાબી અને સફેદ ફીણમાં સંપૂર્ણપણે લપેટેલા માણસને ઓળખવો અશક્ય છે. દોષિતની જેમ મિત્રોએ તેને સીડી સાથે બાંધીને હવામાં લટકાવી દીધો અને પછી તેનો વીડિયો બનાવ્યો. મિત્રોએ જન્મદિવસની આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.

બિભૂપ્રકાશ ગિરીએ આ વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને 1 કરોડ 40 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 467K લોકોએ તેને પસંદ કર્યો છે. એટલું જ નહીં, આ વીડિયો પર લોકોની ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ વીડિયો જોયા પછી એક વ્યક્તિએ કહ્યું કે તમે લોકો પાગલ થઈ ગયા છો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *