ભારતના સૌથી મોટા પાકિસ્તાની દુશ્મનને ભારતીય આર્મીએ કર્યો ઠાર- અહી જાણો કોણ છે

આજે સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થઇ હતી. આ એન્કાઉન્ટરમાં સેનાના એક કર્નલ અને મેજર સહિત ચાર લોકો અને જમ્મુ-કાશ્મીર પોલીસના…

આજે સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થઇ હતી. આ એન્કાઉન્ટરમાં સેનાના એક કર્નલ અને મેજર સહિત ચાર લોકો અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી શહીદ થયા છે. શહીદ થનારમાં રાષ્ટ્રિય રાયફલના કર્નલ આશુતોષ શર્મા, મેજર અનુજ સુદ અને પોલીસના એક સબ ઈન્સ્પેકટર શકીલ કાજી શામેલ છે. તેમજ આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા જવાની પણ ખબર છે. આ આતંકવાદીઓમાં માંથી એકની ઓળખ ભારત ના ખુબ મોટા દુશ્મન તરીકે થઇ છે.

કાશ્મીરના આઈજી ના જણાવ્યા મુજબ પાકિસ્તાનનો હૈદર નામનો લશ્કર-એ તૈયબાનો ટોચનો કમાન્ડર વિજય કુમાર એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

સવારે સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જે શનિવારે હિંદવાડાના ચાંજમૂલ્લાહ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો ઘર્ષણ થયું હતું.

નિવેદન અનુસાર સુરક્ષા દળોને જાણકારી મળી હતી કે કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકીઓએ એક ઘરમાં કેટલાક લોકોને બંધક બનાવેલા છે. જેના બાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે એક જોઈન્ટ ઓપરેશન ચલાવ્યું. બંધકોને છોડાવવા માટે સેના અને પોલીસની ટીમ ઘરની અંદર ગઈ. ટીમ બંધકોને છોડાવવામાં સફળ રહી.

જોકે આ દરમિયાન આતંકીઓ તરફથી ટીમ પર ભારે ફાયરિંગ કરવામાં આવ્યું. ઍનકાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે. તેમજ સેનાના બે અધિકારી,બે જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક સબ ઈન્સ્પેકટર શહીદ થઈ ગયા છે.સમાચાર એજન્સી એનઆઈ અનુસાર ભારતીય સેનાના ચાર સહિત લોકોમાં ૨૧ રાષ્ટ્રીય રાઈફલ ના કમાન્ડિંગ ઓફિસર અને એક મેજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *