ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાતના આ પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો લગાવી કર્યો આપઘાત- જાણો શું હતું કારણ

ગુજરાત માં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. જોકે, આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. મહિલા પોલીસની આત્મહત્યાના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. મહિલા કોન્સ્ટેબલની પોતાના રૂમમાં દુપટ્ટા વડે આત્મહત્યા કર્યા અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. જેને પગલે ભરૂચ જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

ભરૂચ જિલ્લામાં આવેલા હાંસોટ પોલીસ સ્ટેશનમાં 25 વર્ષીય દીપિકા ભરતભાઈ પરમાર છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓ મૂળ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલી નાગર સોસાયટીની રહેવાસી હતી. જોકે, તેઓ હાંસોટ પોલીસ લાઇનના બી બ્લોકમાં રૂમ નં-6માં રહેતા હતા.

આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, દીપિકાએ મંગળવારે રાત્રે 11 વાગ્યા પહેલા પોતાના રૂમના પંખામાં દુપટ્ટો બાંધી કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. હાંસોટ પોલીસે મૃતક મહિલા પોલીસ કોન્ટસ્ટેબલના પરિવારજનોને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

બનાવની જાણ હાંસોટ પોલીસે તેના પરિવારજનોને કરતા તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા. અને તેમની હાજરીમાં મૃતદેહનું પોસમોર્ટમ કર્યુ હતું.

હાંસોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મૃતકના આત્માને શાંતિ મળે તે માટે ફૂલહાર ચઢાવી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપી મૃતકના પરીવારને મૃતદેહ સોપ્યો હતો. જોકે આ આપઘાતનું કારણ હજુ અકબંધ છે વધુ તપાસ હાંસોટ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેપી ચૌહાણ ચલાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP