જન્મદિન પર અભિનેતા ઋત્વિક રોશને પોતાના કરોડો ચાહકોને આપી અનોખી ભેટ -જુઓ વિડીયો

Published on: 2:39 pm, Mon, 11 January 21

બોલિવૂડનો પ્રખ્યાત અભિનેતા ઋત્વિક રોશનની થોડા સમયમાં આવનારી ફિલ્મની જાહેરાતની રાહ જોઈ રહેલ ચાહકોની માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યાં છે. અભિનેતા દ્વારા પોતાની આવનારી ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવી છે. ઋત્વિક રોશને ગઈ કાલે એટલે કે, પોતાના જન્મદિનના ખાસ પ્રસંગે તેના કરોડો ચાહકોને એક મોટી ભેટ આપી છે.

આની સાથે જ એલાન કર્યું છે કે, તે ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ ‘ફાઈટર’ માં કામ કરશે. આની સાથે જ અભિનેતાએ પોતાની આગામી ફિલ્મની પહેલી ઝલક પણ ચાહકોને બતાવી દીધી છે. આની સાથે જ અભિનેતાએ પણ ખુલાસો કરી દીધો છે કે, તે પોતાની આવનાર ફિલ્મમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની સાથે ઓનસ્ક્રીન નજરે જોવા મળશે.

ઋત્વિક રોશનની સાથે જ દીપિકા પાદુકોણે પણ આ ફિલ્મને લઈને ટ્વિટ કર્યુ હતું.10 જાન્યુઆરી વર્ષ 1947ના રોજ મુંબઈમાં જન્મેલ ઋત્વિક રોશને વર્ષ 2000માં આવેલી તેની હિટ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ દ્વારા ડેબ્યુ કર્યુ હતું. પહેલી ફિલ્મથી જ ઋત્વિકને એટલી પ્રસિદ્ધી મળી ગઈ હતી કે, જેની કલ્પના બીજા સ્ટાર કરી ન શકે.

શું તમે જાણો છો કે, આ ફિલ્મથી મળેલ પ્રસિદ્ધિને કારણે ઋત્વિક રોશન એટલો ગભરાઈ ગયો હતો કે, તે રડવા લાગ્યો હતો. જી હાં, આ વાતનો ખુલાસો પોતે ઋત્વિક રોશને કર્યો હતો. વર્ષ 1986 માં માત્ર 12 વર્ષની વયે ફિલ્મ ‘ભગવાન દાદા’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનય કર્યો હતો. તેમના પિતા રાકેશ રોશન આ ફિલ્મમાં હતા.

બાળપણમાં કૃણાલ કપૂર તથા ઉદય ચોપરાના ક્લાસમેટ્સ હતા. અભિષેક બચ્ચન, ફરહાન અખ્તર પણ તેના નાનપણના મિત્રો છે. એનાં ફિલ્મી કેરિયરની શરૂઆત મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી થઈ હતી, તે સુપરહિટ સાબિત થઈ હતી.

વર્ષ 2011 માં Hrithik નાના પડદા પર ડાન્સ રિયાલિટી શો ‘Just Dance’ ના જજ તરીકે આવ્યા હતા. તેમને આ માટે એક મોટી રકમ આપવામાં આવી હતી જેના કારણે તે ટેલિવિઝનમાં સૌથી વધુ વેતન મેળવતો અભિનેતા બની ગયો.

20 ડિસેમ્બર વર્ષ 2000 ના રોજ અભિનેતા સંજય ખાનની દીકરી સુઝાન ખાનની સાથે લગ્ન કર્યા હતા. ઋત્વિક તથા સુઝાનના વર્ષ 2006 માં રેહાન તથા વર્ષ 2008 માં રિધન નામના બાળકો હતા પણ માત્ર 14 વર્ષનો આ સંબંધ 1 નવેમ્બર વર્ષ 2014 ના રોજ તૂટી ગયો હતો.

તેણે કહો ના પ્યાર હૈ, ફિઝા, મિશન કશ્મિર, કભી ખુશી કભી ગમ, મુજસે દોસ્તી કરોગે, મૈં પ્રેમ કી દીવાની હૂં, કોઈ મિલ ગયા, લક્ષ્ય, ક્રિશ, ધૂમ 2, જોધા અકબર, કાઈટ્સ, ગુજારીશ, જિંદગી ના મિલેગી દોબારા, અગ્નિપથ, ક્રિશ 3, બેંગ બેંગ તથા વોર જેવી ફિલ્મ્સ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનોખું સ્થાન મેળવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle