કોરોના વાયરસથી પીડિત ગર્ભવતી મહિલાઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણી ચોંકી જશો

કોરોના વાઈરસનો શિકાર બનેલ ગર્ભવતીથી તેના બાળક સુધી વાઈરસ પહોંચતો નથી. આ જાણકારી ચીનના સંશોધકો દ્વારા પ્રાપ્ત થઇ છે. “જર્નલ ફ્રન્ટીયર ઈન પીડિયાટ્રીક્સ”માં પ્રકાશિત રિસર્ચમાં…

કોરોના વાઈરસનો શિકાર બનેલ ગર્ભવતીથી તેના બાળક સુધી વાઈરસ પહોંચતો નથી. આ જાણકારી ચીનના સંશોધકો દ્વારા પ્રાપ્ત થઇ છે. “જર્નલ ફ્રન્ટીયર ઈન પીડિયાટ્રીક્સ”માં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા અનુસાર, ચીનમાં કોરોનાનો શિકાર થયેલ ગર્ભવતી મહિલાઓ પર કરવામાં આવેલ રિસર્ચમાં આ વાતનો ખુલાસો થઇ ચુક્યો છે.

સંશોધકોના જણાવ્યા મુજબ, ચાર એવી ગર્ભવતિ મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું જે કોરોના વાઈરસથી પીડિત હતી પરંતુ હાલમાં જન્મેલા તેમના નવજાતમાં થોડો પણ વાઈરસ જોવા મળ્યો નથી. નવજાતને નિયોનેટલ યુનિટમાં રાખવામાં આવ્યા. તેમનામાં તાવ, ઉધરસ જેવા લક્ષ્ણો જોવા નથી મળ્યા. ચાર માંથી ત્રણ બાળકોના ગળાના સેમ્પલ લેવામાં આવ્યા. તે જ સમયે ચોથા બાળકની માતાએ તેનો ટેસ્ટ કરવાની ના પાડી દીધી.

ચાર માંથી એક નવજાતને શ્વાસ લેવામાં તકલીફ હોવાનું જાણવા મળ્યું, તેની સારવાર કોઈપણ સર્જરી વગર કરવામાં આવી. તે જ સમયે અન્ય, બીજા બાળકના શરીર પર રેશીશ જોવા મળ્યા જે થોડાક સમય બાદ આપમેળે મટી ગયા હતા. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, નવજાતમાં આ લક્ષણો કોરોના વાઈરસથી સંબંધિત નથી. સંશોધનકર્તા ડો. યેલન લિયુના જણાવ્યા પ્રમાણે, રેશીશનું કારણ માતામાં કોરોના વાઈરસનું સંક્રમણ છે કે નહીં તેના વિશે આ સમયે કંઇ કહી શકાય નહીં. પરંતુ ચાર નવજાત સ્વસ્થ છે અને માતાઓ વાઈરસથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે.

સંશોધનકર્ચા ડોક્ટર યેલન લિયુના જણાવ્યા અનુસાર, નવજાતને સંક્રમણથી બચાવવા માટે સિઝેરિયન ડિલિવરી એક સારો વિકલ્પ હોઈ શકે છે. ચારમાંથી એક માતાની સામાન્ય ડિલિવરી થઈ છે કેમ કે તેને પ્રસવ પીડા સમય પહેલાં શરૂ થઈ ગઈ હતી, પરંતુ નવજાત સ્વસ્થ છે. સામાન્ય ડિલિવરી સંક્રમણના હિસાબથી કેટલી સુરક્ષીત છે તેના પર રસિર્ચ ચાલું છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, નવજાતના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં નાળ,એમ્નીયોટિક ફ્લૂઈડ, નવજાતનું લોહી, ગેસ્ટ્રિક ફ્લૂઈડ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *