ઘરે ડીલીવરી કરવા આવેલા કૂરિયર બોયે એકલતાનો લાભ લઇ યુવતી સાથે એવું કર્યું કે…

ઉત્તર પ્રદેશના હાપુડ જનપદમાં યુવતીઓ પર બ્લેડથી હુમલો કરવાની ઘટના વધતા તંત્ર સાબદું કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી 24 કલાકમાં પોલીસે એક સાઇકો અપરાધીને…

ઉત્તર પ્રદેશના હાપુડ જનપદમાં યુવતીઓ પર બ્લેડથી હુમલો કરવાની ઘટના વધતા તંત્ર સાબદું કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી 24 કલાકમાં પોલીસે એક સાઇકો અપરાધીને પકડી પાડ્યો છે. આ મામલે જે વિગતો બહાર આવી છે તે ખરેખરમાં ચોંકવનારી છે તેવી જાણ થઇ છે. હાપુડના એસપી સંજીવ સુમને પ્રેસવાર્તા કરી આ મામલે મોટા ખુલાસા કર્યા છે. આ સાઇકો અપરાધીનું નામ આકાશ સાગર છે. તે કુરિયર કંપનીમાં કામ કરે છે અને ઘરે ઘરે પાર્સલની ડિલિવરી કરે છે.

થોડા સમય પહેલા હોમ ડિલીવરી કરવા જતા તેની બાઇક એક યુવતીથી ટકરાઇ ગઇ અને ગુસ્સામાં આવીને તે યુવતી એ યુવકને થપ્પડ મારી હતી. આ યુવતીએ કૂર્તો અને જીન્સ પહેર્યો હતો. આ પછી તે યુવતી તો જતી રહી પણ આકાશ તેની સાથે થયેલી ઘટનાને ભૂલાવી ના શક્યો અને તે આ જીન્સ અને કુર્તો પહેરતી યુવતીની શોધમાં નીકળી પડ્યો. આ પછી તે કુર્તો અને જીન્સ પહેરતી યુવતીને પોતાનો નિશાનો બનાવવા માંડ્યો તેવું જાણવામાં આવ્યું હતું.

આ દરમ્યાન સપીએ જણાવ્યું કે આકાશે સોમવારે સવારે મંદિર જઇ રહેલી એક યુવતી પર બ્લેડથી હુમલો કર્યો અને ભાગી ગયો. આ પછી તેણે ફરી આવી જ એક ઘટનાને અંજામ આપ્યો અને એક મહિલા પર બ્લેડથી હુમલો કર્યો. આ બંને મહિલાઓએ કુર્તા અને જીન્સ પહેર્યું હતું. આ બંને યુવતીઓને ખબર પણ નહતી કે કોણે આ હુમલો કર્યો. વાત એમ હતી કે આકાશને કુર્તા અને જીન્સવાળી યુવતી ના મળતા જે પણ યુવતી કુર્તા અને જીન્સ પહેરતી તેને બ્લેડથી મારી પોતાનો નિશાનો બનાવવા લાગ્યો.

આ ઘટના પછી શહેરમાં ડરનો માહોલ ઊભો થયો અને એકથી વધારે આવી ઘટના બનતા પોલીસે એક્શન લેવાની શરૂઆત કરી અને તેણે અનેક ટીમો બનાવી શહેરના સીસીટીવી ચેક કર્યા ને ત્યારે પછી હાડુપ એસપી સંજીવ સુમને જણાવતા કહ્યું કે, આકાશ સાગર સાઇકો અપરાધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *