ઓસ્ટ્રેલિયાની ધરતી પર હાર્દિક પંડ્યાએ સર્જ્યો ઈતિહાસ, આવું કરવામાં ભારતનો એકમાત્ર ખેલાડી બન્યો…

Published on: 12:16 pm, Tue, 1 December 20

હાર્દિક પંડ્યાનું નામ તો તમામ લોકોએ સાંભળ્યું જ હશે. થોડ્ડા સમય પહેલાં જ એનાં ઘરે દીકરાનો જન્મ થયો હતો. ક્રીક્રેતમાં સચિન તેંદુલકરથી લઈને વિરાટ કોહલી સુધી કેટલાંક ખેલાડીઓએ પોતાને નામ કેટલાંક ઇતિહાસ સર્જી દીધા છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

હાર્દિક પંડ્યાએ વન ડે ક્રિકેટમાં પોતાના કુલ 1,000 રન પુરા કરી લીધા છે. આની સાથે જ તે વન ડે ક્રિકેટમાં બોલ મુજબ સૌથી ઝડપથી 1,000 રન પૂર્ણ કરવાવાળો સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. સૌથી ઝડપથી કુલ 1,000 વન ડે રન બનાવવા વાળો 5મો ખેલાડી બન્યો છે.

આની સાથે તે સૌથી ઝડપથી 1,000 વન ડે રન બનાવવા વાળો 5મો ખેલાડી બની ગયો છે. પંડ્યાએ કુલ 857 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. એણે જોસ બટલરને પાછળ છોડી દીધો છે. જેણે માત્ર 860 બોલમાં કુલ 1,000 રન કર્યા હતા. આંદ્રે રસલ વન ડેમાં સૌથી ઝડપથી 1,000 રન બનાવનાર ખેલાડી બન્યો છે.

વન ડેમાં સૌથી ઝડપથી કુલ 1,000 રન બનાવનાર ખેલાડી આંદ્રે રસલ છે કે, જેણે માત્ર 767 બોલમાં આ ઉપલબ્ધી મેળવી છે. અહીં નોંધનીય છે કે, પંડ્યાએ સિડની વન ડેમાં કુલ 31 બોલમાં પોતાની અર્ધસદી ફટકારી હતી. હાર્દિક પડ્યાએ કુલ 30થી વધુની એવરેજ સાથે કુલ 115થી વધુના સ્ટ્રાઈક રેટથી કુલ 1,000 રન બનાવ્યા છે. તેણે સિડનીમાં શિખર ધવન સાથે મળીને શતકીય ભાગેદારી નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle