IPL 2022- ગુજરાતને મળ્યા આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ- ત્રણેય પર થયો પૈસાનો વરસાદ

આવનારી આઈપીએલ 2022 (IPL 2022) માં બે નવી ટીમોની એન્ટ્રી થવા જઈ રહી છે. અમદાવાદ અને લખનઉ ટીમમાં કયા ખેલાડીઓ આવશે, તેની દરેક લોકો રાહ…

આવનારી આઈપીએલ 2022 (IPL 2022) માં બે નવી ટીમોની એન્ટ્રી થવા જઈ રહી છે. અમદાવાદ અને લખનઉ ટીમમાં કયા ખેલાડીઓ આવશે, તેની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ ટીમ (Team Ahmedabad)માં હાર્દિક પંડ્યા (Hardik Pandya) સહિત ત્રણ દિગ્ગજ ખેલાડીઓ નક્કી થઈ ગયા છે.

IPL 2022 ની સિઝન આગામી માર્ચ એપ્રિલ મહિનામાં રમાઇ શકે છે. જેનું ઓક્સન આવનારી 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં થશે. આ વર્ષે મહત્વની વાત તો એ છે કે, બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ IPL 2022 માં જોડાવાની છે. આ બંને ટીમને તેના ત્રણ ત્રણ ખેલાડીઓ રિટેન કરવાના છે.

બીસીસીઆઈ (BCCI) એ બંને ટીમોને 22 જાન્યુઆરી છેલ્લી તારીખ આપી છે. તમને જણાવી દઈએ કે, આ બન્ને ટીમે તેના ત્રણ ત્રણ ખેલાડીઓ રિટેન કરી લીધા છે. પરંતુ અત્યાર સુધી કોઇ સત્તાવાર માહિતી મળી નથી.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અમદાવાદ ટીમે તેના ત્રણ ખેલાડીઓ પસંદ કરી લીધા છે. હાર્દિક પંડ્યા સહિત ઓપનર સુભમન ગિલ અને અફઘાનિસ્તાનના ધુઆધાર ઓલરાઉન્ડર રાશિદ ખાન અમદાવાદની ટીમમાં જોડાશે. મળતી માહિતી અનુસાર અમદાવાદ ટીમની સુકાની હાર્દિક પંડ્યાને મળી શકે છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક અને રાશિદ ખાન ને 15-15 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. સાથોસાથ શુભમનને સાત કરોડ રૂપિયા મળશે. હાલ મહત્વની વાત તો એ છે કે, હજુ તો ત્રણ ખેલાડીઓ નક્કી થયા છે, પરંતુ હાલ ફેન્સ આખી ટીમ કેવી હશે તે જાણવા ખૂબ જ ઉત્સાહિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *