ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

હાર્દિક પંડ્યાએ બનાવ્યો હાઈએસ્ટ ટી 20 રન બનાવવાનો રેકોર્ડ, 20 સિક્સ સાથે બનાવ્યા 158 રન

ભારતના આક્રમક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કોઈપણ ભારતીય બેટ્સમેનો દ્વારા highest run બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હાર્દિક પંડ્યાએ માત્ર 55 બોલ રમીને 158 બનાવીને ઐયર નો રેકોર્ડ તોડી નાખ્યો છે. અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેનો દ્વારા ટી-20 ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શ્રેયસ ઐયર ના નામે હતો. જેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માં ૧૪૭ રન બનાવ્યા હતા. જોકે હવે આ રેકોર્ડ હાર્દિક પંડ્યા ના નામે થઇ ગયો છે.

Read also: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી

D y patil t20 tournament માં રમી રહેલા હાર્દિક પંડયાએ મેદાન ની ચારેતરફ 20 સિક્સર લગાવી હતી. હાર્દિક પંડ્યા એ પોતાની સેન્ચ્યુરી માત્ર ૩૯ બોલમાં પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લી મેચમાં પણ હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી બેટિંગ કરીને માત્ર ૩૭ બોલમાં સદી પૂરી કરી હતી.

તાજેતરમાં જ પોતાની પીઠની ઇજા ની સર્જરી કરાવ્યા બાદ પછી મેદાનમાં પરત ફરનાર હાર્દિક પંડ્યા એ આ ટુર્નામેન્ટમાં ઝંઝાવાતી બેટિંગ કરીને પોતાનું ફોર્મ બતાવી દીધું હતું. હાર્દિક પંડ્યા હાલમાં અંબાણીની રિલાયન્સ વન ટીમ તરફથી રમી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: