દિનેશ બાંભણીયાએ હાર્દિક પર કરેલા આરોપો સાચા સાબિત થઇ રહ્યા છે? વાંચો અહેવાલ…

બે દિવસ અગાઉ જે રીતે પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએપાસ કન્વીનર હાર્દિક પટેલ પાર સનસનીખેજ આક્ષેપો કર્યા હતા અને પુરાવાઓ રજુ કર્યા હતા તે પ્રમાણે તે…

બે દિવસ અગાઉ જે રીતે પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએપાસ કન્વીનર હાર્દિક પટેલ પાર સનસનીખેજ આક્ષેપો કર્યા હતા અને પુરાવાઓ રજુ કર્યા હતા તે પ્રમાણે તે આરોપો હવે હકીકતમાં દેખાતા હોય તેવું લાગી રહ્યુ છે. દિનેશ બાંભણીયા એ હાર્દિક પર કરેલા આક્ષેપો અનુસાર હાર્દિક પોતાની અનામત ની વાત અને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિની વાત ને નથી વાગોળી રહ્યો અને પોતે ખેડૂતના નામથી ગુજરાતની રાજનીતિમાં ત્રીજો મોરચો રચવા જય રહ્યો છે જેનો સીધો ફાયદો ભાજપને મળે અને લોકસભામાં ભાજપને ગુજરાતમાં ફાયદો થાય.

હાર્દિકએ દિનેશ બાંભણીયા ની પ્રેસ કોન્ફરન્સ ના બીજા દિવસે ફેસબુક લાઈવમાં દિનેશ બાંભણિયાને ભાજપના પ્યાદા ગણાવીને લૂલો બચાવ કર્યો હતો, પરંતુ પોતાના પાર લાગેલા આરોપોને ખોટા સાબિત ન કરી શક્યો કેમકે દિનેશ બાંભણીયાએ જે પુરાવા આપ્યા હતા તેનું પુનરાવર્તન આજે ફરી હાર્દિકે કર્યું અને પોતે અલ્પેશ કથીરિયા કે પાટીદારોને અનામત મળે તે મુદ્દો ભટકી ગયો છે તેવી પોસ્ટ કરીને કર્યું હતું।

દિનેશ બાંભણીયા એ આરોપો કર્યા એ અનુસાર હાર્દિક ના ઉપવાસ અલ્પેશ ને છોડાવવા માટે નહીં પણ પોતાના કદ ને વધારવા માટે હતું. હાર્દિકના થતા કાર્યક્રમો અલ્પેશ માટે નથી થતા એટલે જ અલ્પેશના ફોટો કે નામ નો ઉલ્લેખ નથી થતો.

હાર્દિક પટેલના બૅનરોમાં અનામત શબ્દ શોધવો મુશ્કેલ છે અને સાથે સાથે અલ્પેશ કથિરિયાની જેલમુક્તિનો મુદ્દો પણ વિસરાય ગયો છે. હાર્દિક પોતે પોતાના પ્રાઇવેટ નંબરથ વોટ્સએપમાં જે પોસ્ટ્સ મોકલી રહ્યો છે તેમાં  અલ્પેશ ના ફોટો કે તેની જેલમુક્તિ અથવા અનામત નો ઉલ્લેખ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *