ગુજરાતમાંથી માત્ર એક નેતાને મળી પંજાબ ચૂંટણીમાં મોટી જવાબદારી- ગુજરાતનુ અડધુ કોંગ્રેસ કરતુ હતુ વિરોધ

Published on Trishul News at 4:14 PM, Fri, 21 January 2022

Last modified on January 21st, 2022 at 4:14 PM

ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ(Hardik Patel)ને પંજાબ રાજ્યમાં આવનાર વિધાનસભા ચુંટણી(Assembly elections)માં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા હાર્દિક પટેલને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિક પટેલને પંજાબ(Punjab)ની જાલંધર(Jalandhar) શહેરની બેઠકોના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબમાં આગામી સમયમાં એટલે કે, 17મી ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પંજાબમાં 117 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે અને જેનું પરિણામ 10 માર્ચના રોજ જાહેર થશે.

આ નિરીક્ષકો ચૂંટણી પ્રચારના સંચાલન અને સંકલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં જ્યારે પંજાબમાં ચૂંટણીની મોસમ ચરમસીમા પર છે, ત્યારે પાર્ટીએ ઘણા દિગ્ગજોને નિરીક્ષકોની જવાબદારી સોંપી છે. જો કે, થોડા દિવસો પહેલા કોંગ્રેસે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબથી મેદાનમાં છે જ્યારે નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી ચૂંટણી લડશે. આ સિવાય ડેપ્યુટી સીએમ સુખજિંદર સિંહ રંધાવા ડેરા બાબા નાનક સીટ પરથી ચૂંટણી લડશે. તે જ સમયે, તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયેલા માલવિકા સૂદ મોગાથી કોંગ્રેસના ઉમેદવાર હશે.

આગામી સમયમાં પંજાબમાં એક તબક્કામાં મતદાન થશે. રાજ્યની તમામ 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે. પંજાબમાં ચૂંટણી માટે 21 જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. તમે 28 જાન્યુઆરી સુધી નામ નોંધાવી શકશો, ઉમેદવારી પત્રોની ચકાસણી 29 જાન્યુઆરીએ થશે. 31 જાન્યુઆરી સુધી નામ પરત ખેંચી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ગુજરાતમાંથી માત્ર એક નેતાને મળી પંજાબ ચૂંટણીમાં મોટી જવાબદારી- ગુજરાતનુ અડધુ કોંગ્રેસ કરતુ હતુ વિરોધ"

Leave a comment

Your email address will not be published.


*