વડોદરા પહોચેલા હાર્દિક પટેલનો વિરોધ કરવા આવેલા પંચાલ નામના શખ્શને સમર્થકોએ મારીમારીને ભૂત બનાવ્યો

સંસ્કારી નગરી કહેવાતા વડોદરાના સંજય નગર વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા ૧૮૦૦ ઝુંપડાઓ તોડીને પાક્કા મકાન બનાવી આપવાનું વચન ભાજપ સરકારે આપ્યું હતું. પરંતુ આજ દિન…

સંસ્કારી નગરી કહેવાતા વડોદરાના સંજય નગર વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા ૧૮૦૦ ઝુંપડાઓ તોડીને પાક્કા મકાન બનાવી આપવાનું વચન ભાજપ સરકારે આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી પાયા પણ તૈયાર થયા નથી. છેલ્લા ૨૮ દિવસથી ઉપવાસ પર બેઠેલા પીડિત પરીવારોને મળ્યો અને તેમની લડાઈને સફળ બનવવાનું વચન આપ્યું.

હાર્દિક પટેલ વડોદરાના સંજય નગર વિસ્તારમાં પહોંચ્યો હતો. હાર્દિક પટેલ ની સાથે કેટલાક કોંગ્રેસના સમર્થકોની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ સમય દરમ્યાન એક વ્યક્તિ હાર્દિકના વિરોધમાં આવ્યો હતો. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે આ અજાણ્યો દેખાતો વ્યક્તિ હાર્દિક પટેલનો વિરોધ કરી રહ્યો છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ વ્યક્તિનું નામ પંચાલ છે. વીડિયોમાં પંચાલ નામનો વ્યક્તિ જણાવી રહ્યો છે કે અહીંયા ખુલ્લેઆમ 144 નો ભંગ થઇ રહ્યો છે અને તેના કારણે કોરોના ફેલાઈ રહ્યો છે.

હાર્દિક પટેલના સમર્થકોએ પોલીસની હાજરીમાં પંચાલ નામના વ્યક્તિને મારી મારીને ભૂત બનાવી દીધો હતો. જે વીડિયોમાં કેદ થયું છે. વીડિયોમાં સાફ જોઇ શકાય છે કે પોલીસ અધિકારીઓની સામે જ પંચાલ નામના વ્યક્તિને હાર્દિકના સમર્થકો માર મારી રહ્યા છે. ત્યારબાદ પંચાલ નામનો યુવક વીડિયોમાં બોલી રહ્યો છે કે અહિયાં 144 નો ભંગ થઇ રહ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલું ભરવામાં આવતું નથી. જેના કારણે કોરોનાવાયરસ ફેલાઈ રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ આજે વડોદરાના સંજય નગર વિસ્તારમાં પહોંચ્યો હતો. સંજય નગર વિસ્તાર માં ત્રણ વર્ષ પહેલા ભાજપ સરકારે ૧૮૦૦ જેટલા ઝૂંપડાઓ તોડી ને પાકા મકાનો બનાવવા વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી પાયા પણ તૈયાર કરવામાં આવ્યા નથી. એ કારણોસર ત્યાંના લોકો 28 દિવસથી ઉપવાસ પર બેઠેલા છે અને આ લોકોને મળવા હાર્દિક પટેલ ત્યાં પહોંચ્યા હતા. જ્યારે હાર્દિક પટેલ અહીંયા પહોંચ્યો ત્યારે એક પંચાલ નામનો વ્યક્તિ કાળુ કપડું લઈને હાર્દિક પટેલનો વિરોધ કરવા પહોંચ્યો હતો. અને આ જોઈને હાર્દિકના સમર્થકો એ પોલીસની હાજરીમાં તેને માર માર્યો હતો જે નો વિડીયો હાલ વાયુવેગે વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *