હાર્દિક પટેલે લગાવ્યો ગંભીર મોદી અને રૂપાણી સરકાર પર આરોપ- કહ્યું આ લોકોએ તો દેશના લોકો સાથે…

દેશમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 20 હજારે પહોંચવા આવ્યો છે. ગુજરાતમાં પણ 5 હજારને પાર પહોંચ્યો છે. અન્ય દેશોમાં દરરોજ હજારો-લાખોની સંખ્યામાં ટેસ્ટિંગ થઇ રહ્યા છે. જયારે તેમની સરખામણીએ ભારતમાં નહિવત ટેસ્ટિંગ થાય છે. ગુજરાતમાં તો સર્વેના નાટકો ચાલી રહ્યા છે.

આ જ બાબતના આધારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાત સરકાર પર જાણી જોઈને કોરોના પરીક્ષણમાં ઘટાડો કરવાનો આરોપ લગાવ્યો છે. હાર્દિકે કહ્યું કે આ મોદીનું ખોટું ગુજરાતનું મોડેલ છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા દેશમાં પ્રથમ સ્થાને પહોંચે નહી, તેથી ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે ટેસ્ટની સંખ્યા ઓછી કરવામાં આવશે.

હાર્દિક પટેલે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ આ જ રીતે જૂઠાણા અને છેતરપિંડી બતાવીને મારા ભારતને ફસાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત આરોગ્ય વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં હવે 33 હજાર 316 લોકોની કસોટી કરવામાં આવી છે, જેમાં 2407 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આમાં 103 લોકોનાં મોત નીપજ્યાં છે.

ગુજરાત સરકાર કોરોના સામે લડવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ કસોટી અમદાવાદમાં થઈ છે. હજી સુધી 12 હજાર 611 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં 1501 લોકોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી છે. અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલ કોરોના દર્દીઓથી ભરાઈ ગઈ. ત્યારબાદ સરકારે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરવા અંગે સૂચના આપી.

પ્રાઇવેટ હોસ્પિટલો સારવારના નામે ખુલી લૂંટ ચલાવવા લાગ્યા છે. અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલોમાં એડમિટ થતા પહેલા 2 કોરા ચેકની માંગ કરવામાં આવી. આટલું જ નહિ, સારવાર માટે એક દિવસના 50,000 રૂપિયા ફી તરીકે લેવામાં આવી રહ્યા છે. સરકારે પ્રાઇવેટમાં પણ મફત સારવાર થશે તેવી જાહેરાત કરી હતી. જે તદ્દન ખોટી પડતી દેખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: