કોંગ્રેસ છોડ્યા પછી હાર્દિક પટેલને જિજ્ઞેશ મેવાણીએ ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના તમામ પદો પરથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે(Hardik Patel) ગુરુવારે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કઈ…

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના તમામ પદો પરથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે(Hardik Patel) ગુરુવારે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. જોકે, તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે. હવે વડગામના અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી(Jignesh Mevani)એ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે હાર્દિક પટેલ વિશે કહ્યું કે, હાર્દિકે સન્માન સાથે કોંગ્રેસ છોડી દેવી જોઈતી હતી. તેના શબ્દો યોગ્ય ન હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમને અંબાણી અને અદાણી કેમ યાદ આવ્યા? તેમણે કહ્યું કે, હું કોંગ્રેસમાં છું અને લડવાનો છું. કોંગ્રેસ સાથે વૈચારિક મતભેદ હોઈ શકે છે, પરંતુ તે પક્ષની અંગત બાબત છે. રાજીનામું આપતી વખતે રાહુલજીને ચિકન સેન્ડવિચ આપવાની વાત ક્યાં આવી?

જે લોકોએ હાર્દિકને પ્રેમ આપ્યો તે લોકોને હવે હાર્દિક જ ગાળો બોલી રહ્યો છે
આગામી 22 મેના રોજ વાવમાં સર્વજ્ઞાતિ સંમેલન કરીશું. જિજ્ઞેશ મેવાણીએ સરકારને સવાલ કર્યો હતો કે માત્ર પાટીદારો પરના કેસો કેમ પાછા ખેંચવામાં આવ્યા? ઉનામાં દલિતો સામેના કેસ હજુ પાછા ખેંચાયા નથી. પદ્માવતી ફિલ્મના વિરોધ દરમિયાન થયેલા કેસો કેમ પાછા ખેંચવામાં ન આવ્યા? વધુમાં જણાવતા કહ્યું છે કે, કોંગ્રેસે હાર્દિકને ઘણું આપ્યું છે, હાર્દિક સીધા જ રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં રહેતા હતાં, ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક પણ બનાવવામાં આવ્યા હતાં, પ્રચાર માટે હેલિકોપ્ટર-ચોપર આપવામાં આવ્યા હતાં. જે લોકોએ હાર્દિકને પ્રેમ આપ્યો તે લોકોને હવે હાર્દિક જ ગાળો બોલી રહ્યો છે. હાર્દિક પર ટોટલ 32 કેસ છે એટલે બની શકે કે તેમના પર દબાણ હોઈ શકે એટલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ મારી સાથે ગુજરાતના મુદ્દાઓ પર ચર્ચા કરી છે. અસામમાં ફરિયાદ મામલે મારી માટે અડધી રાત્રે પણ રાહુલ ગાંધી ઉઠ્યા છે. વિચારધારા વસ્ત્ર નથી, એ રગોમાં હોવી જોઈએ. અમે ઝુકવાના નથી, એકાદ મિત્રો છોડી જાય એ યોગ્ય ન કહી શકાય. ગુજરાત કોંગ્રેસ વિરોધી છે એમ કહેવું વાજબી નથી. હાર્દિકે બિલો ઘ બેલ્ટ તરીકે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ હમેંશા એસ.સી, એસ.ટી, માઈનોરીટી, ઓબીસી સાથે છે. કોંગ્રેસના શાસનથી અત્યાર સુધી આભડછેટની મુશ્કેલીઓ દૂર નથી થઈ, એ એક દુર્ભાગ્યપૂર્ણ બાબત કહી શકાય, એ કોંગ્રેસના મંચ પરથી કહી રહ્યો છું.

હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કાઢી પોતાની હૈયાવરાળ:
હાર્દિક પટેલે કહ્યું કે, મને કોંગ્રેસમાં બે વર્ષથી કાર્યકારી તરીકે કોઈ જવાબદારી આપવામાં આવી નથી. હું ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. ઈમાનદારીથી લોકો માટે પ્રચાર કર્યો. કોંગ્રેસમાં સૌથી મોટો જાતિવાદ રાજકારણ છે. અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે. કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને બહાર ફેંકી દેવાની નીતિ અપનાવે છે. નરહરિ અમીન, ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. સત્ય બોલવા બદલ કોંગ્રેસમાં કેટલાક લોકો બદનામ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *