ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

અલ્પેશની હાર પર હાર્દિક પટેલ થયો રાજીના રેડ, આ વાત કરીને લીધી મઝા

અલ્પેશ ઠાકોરને રઘુ દેસાઈના હાથે મળેલી સજ્જડ હાર બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરી છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી તેણે રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સત્યતાથી જનતાની લડાઈ લડી રહી છે. આજ કારણે બધા લોકો હવે કોંગ્રેસની સાથે છે. તાનાશાહી ભાજપ પાર્ટી સામે કોંગ્રેસ પાર્ટી ખુબ સંઘર્ષ કરી રહી છે.

રાજ્યમાં પેટાચૂંટણીના પરિણામે પક્ષપલટુઓને તેમનો રસ્તો બતાવી દીધો છે. પ્રધાન બનાવા માટે ઉછળકૂદ કરી રહેલા અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાએ ઘરનો રસ્તો બતાવી દીધો છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની ખુબ મોટી હાર થઈ છે. ત્યારે કોંગ્રેસમાં ભારે ઉત્સાહ છે. એક સમયે ક્યારેય રાજનીતિ નહીં કરું તેવું નિવેદન આપનારા અલ્પેશ ઠાકોરે ફરીથી રાજનીતિમાં જોડાયો છે. ગુરૂ ચેલા સમાન અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ઠાકોર સમાજને નામે જાતીવાદી રાજકારણ ચલાવી રહ્યાં હતા. ભાજપે પણ ઠાકોર સમાજને સોડમાં લેવા માટે આ બંને નેતાઓનો ભાજપમાં સમાવેશ કર્યો હતો. જોકે, રાધનપુર અને બાયડની જનતાએ આ જાતિવાદની રાજકારણને જાકારો આપી આ બંને નેતાઓને  પોતાના ઘરનો રસ્તો બતાવી દીધો છે.

બાયડમાં અત્યંત હાઇવોલ્ટેજ ડ્રામા અને નાટકીય ચડાવઉતાર વચ્ચે ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાની 761 મતની પાતળી સરસાઇથી હાર થઇ છે. કોંગ્રસમાંથી પક્ષપલટો કરીને આવેલા ધવલસિંહ ઝાલાને મતદારોએ જાકારો આપ્યો છે. અને કોંગ્રસના ઉમેદવાર જશુ પટેલના લલાટે વિજયતિલક કર્યું છે. બાયડમાં વિજય મેળવવાને કારણે કોંગ્રેસ છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓના ચહેરાનું નૂર ઉડી ગયું.

અલ્પેશની આંગળી પકડી આવનારા ધવલસિંહની પણ હાર

બાયડ વિધાનસભાની ચૂંટણીના રસાકસીભર્યા જંગમાં કોંગ્રેસે ભાજપને મત આપી તેમની બેઠક જાળવી રાખી છે.અલ્પેશ ઠાકોરની આંગળી પકડીને ભાજપમાં આવેલા ધવલસિંહ ઝાલાની કોંગ્રસના ઉમેદવાર જશુ પટેલ સામે થોડા મતથી હાર થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: