હાર્દિક પટેલે CM વિજય રૂપાણીને પત્ર લખીને દારૂ મામલે કર્યો કટાક્ષ- વાંચો અહી.

Hardik Patel wrote a letter to CM Vijay Rupani,

ગઈ કાલે રાજસ્થાન ને મુખ્યમંત્રી એ ગુજરાતના દારૂબંધી અંગે ના નિયમોની મજાક ઉડાવી હતી ત્યરે કોંગ્રેસ ના યુવા નેતા હાર્દિક પટેલે ગુજરાત ના મુખ્યમંત્રી રુપાણી નો મજાક ઉડાવતો પત્ર વાયરલ થયો છે.

પ્રિય

શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી

ગુજરાત રાજ્ય.

ઘણી વાર મને તમારી પર હસવાનું મન થાય છે !! રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક
ગહેલોતે કહ્યું કે ગુજરાતમાં દારૂ મોટા પ્રમાણમાં પીવાય છે, અને આ સાંભળતા જ તમે
કહ્યું કે કોંગ્રેસે ગુજરાતના ૬ કરોડ લોકોનું અપમાન કર્યું છે. અરે વિજયભાઈ આમા
ગુજરાતીઓનું અપમાન નથી થયું પરંતુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સાચું
કહ્યું છે.

ગુજરાતમાં કરોડો લીટર દારૂ પકડાય છે. થોડા દિવસ પહેલા તમારા રાજકોટમાં જ મોટા
પ્રમાણમાં દારૂ પકડાયો હતો. વિજયભાઈ તમને બહુ લાગી આવ્યું હોય તો રાજસ્થાનનાં
મુખ્યમંત્રી ને પડકાર ફેંકો કે હવે ગુજરાતમાં એક બોટલ દારૂ પકડાશે તો હું રાજીનામું
આપી દઈશ. પરંતુ તમે પડકાર તો નહિ ફેંકો શકો. વિજયભાઈ ગુજરાત ની જનતા સાથે
ઈમોશનલ રમત રમવાનું બંધ કરો અને જે સાચુ હોય તે સ્વીકારો.

ફ્ક્ત છેલ્લા બે વર્ખના આંકડા છે જેમાં ૧૪૭ કરોડ નો દારૂ પકડાયો છે. ૧૬ ,૦૩૩ દારૂ
સાથે વાહનો પકડાયા છે. ૩,૧૩,૬૪૨ દેશી દારૂની બોટલ અને ૯૦,૨૨,૪૦૮ વિદેશી દારૂની
બોટલ પકડાઈ છે.

ગુજરાતમાં મોટા પ્રમાણે દારૂ વેચાય છે અને પીવાય પણ છે. ગુજરાતમાં દારૂબંધી નથી એ
જગજાહેર છે. ગુજરાતમાં દારૂ મોટા પ્રમાણમાં આવે છે અને વેચાય છે તેની પાછળ
તમારી સરકાર પણ જબાબદાર છે. કરોડો રૂપિયાના હપતા લેવાય છે. સુરત, વાપી,
અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ જિલ્લા ની હદ પર સૌથી વધુ
હપ્તા બંધાયેલા છે.

ભાજપના ઘણા બધા હોદેદ્દારો દારૂ નું વેયાણ કરતા પકડાયેલા છે. દારૂ બાબતે કોઈ પણ પાર્ટી
ના નેતા બોલવા માટે તૈયાર નહિ થાય કેમ કે તે બધાને આ અમૃત ની જરૂર પડે છે.

જય હિંદ
તારીખઃ- ૦૯/૧૦/૨૦૧૯,

અમદાવાદ

તમારી દ્રષ્ટિએ તમારો પરમ વિરોધી
હાર્દિક પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Advertisements
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...