ખેડૂતોને પાકવીમો મળે અને સંપૂર્ણ દેવું માફ થાય એ માંગ સાથે હાર્દિક પટેલ નું આંદોલન શરુ..

Published on Trishul News at 12:54 PM, Wed, 13 November 2019

Last modified on November 13th, 2019 at 12:54 PM

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજકોટના પડઘરી તાલુકામાં સત્યાગ્રહ શરુ કર્યો છે. ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, અને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના તમામ પૈસા ખેડૂતોને મળે તે માગ સાથે હાર્દિકે પોતાનો સત્યાગ્રહ શરુ કર્યો છે. પોતાની ફેસબુક પોસ્ટમાં હાર્દિકે જણાવ્યું છે કે તે આ સત્યાગ્રહને ગુજરાતના ગામેગામ સુધી લઈ જશે. ખેડૂત લડશે અને જીતશે.

આ આંદોલન માં લલિત કથાગરા જોડાયા છે.આ ઉપરાંત અન્ય આગેવાનો પણ તેની સાથે જોડાયા છે.

હાર્દિકનો આક્ષેપ છે કે, એકબાજુ સરકારની નીતિઓ અને બીજી બાજુ કુદરતના પ્રકોપનો ખેડૂતો ભોગ બની રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તો ખેડૂતોને નુક્સાન પહોંચાડી રહી છે. વીમા કંપનીઓ પર આક્ષેપ કરતાં હાર્દિકે કહ્યું હતું કે, વીમા કવચ માટે પ્રિમિયમ પણ ભરી રહ્યા છે પણ વીમા કંપનીઓ ખેડૂતો ને કાયમ અંગુઠો બતાવે છે અને વળતર માટે ઠાગાઠૈયા કરે છે.

આના કારણે ખેડૂતો સતત પાયમાલ થઈ રહ્યાં છે અને કંપનીઓ તગડી થઈ રહી છે.ખેડૂતોના પ્રશ્નો પર થઈ રહેલા આંદોલનને કોઈ પક્ષ સાથે ન જોડતાં ખેડૂતો માટે પ્રતિનિધિત્વ કરતાં કોઈપણ વ્યક્તિને હંમેશા ટેકો આપવો જોઈએ તેમ પણ તેણે તાજેતરમાં જણાવ્યું હતું.

હાર્દિકનો સીધો આરોપ છે કે, સરકાર દ્વારા અપાતી ખેડૂતો માટેની સબસિડી કંપનીઓને ફાળવવામાં આવતી હોય છે. ખાતર, બિયારણ, ઓઝારો, અને વીમા કંપનીઓના પ્રિમિયમમાં તે સબસિડી ખેડૂતો ને ડાયરેકટ મળી શકે તો પણ ખેડૂતોને મોટો ફાયદો મળી શકે છે. આ જગજાહેર વાત છે, પરંતુ આમ થતું નથી અને ખેડૂતો માટેના પૈસા કંપનીઓ ચાંઉ કરી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ખેડૂતોને પાકવીમો મળે અને સંપૂર્ણ દેવું માફ થાય એ માંગ સાથે હાર્દિક પટેલ નું આંદોલન શરુ.."

Leave a comment

Your email address will not be published.


*