હાર્દિક નો ડર કે ખેડૂતોની તાકાત થી ડરી સરકાર? ખેડૂતોને રાહત પેકેજ અપાયું

આજે સવારથી પ્રતિક ઉપવાસ પર બેસેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે હજી પોતાના પ્રતિક ઉપવાસ પૂર્ણ નથી કર્યા ત્યાં જ ગુજરાત સરકારે ખેડૂતો માટે ૭૦૦ કરોડનું…

આજે સવારથી પ્રતિક ઉપવાસ પર બેસેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે હજી પોતાના પ્રતિક ઉપવાસ પૂર્ણ નથી કર્યા ત્યાં જ ગુજરાત સરકારે ખેડૂતો માટે ૭૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરી દીધું છે આ જાહેરાતને હાર્દિક નો ડર ગણીએ કે ખેડૂતો નો ડર પરંતુ ગુજરાતના ખેડૂતોને આંશિક રાહત જરૂર થઈ છે આંદોલન કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતો આ સહાયથી અસંતુષ્ટ જણાઈ રહ્યા છે જે સ્વાભાવિક છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બે લાખ ખેડૂતો માટે ૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું જે ખેડૂતોના કુલ નુકસાનના ૩૩ ટકા જેટલું છે તેઓ પણ કહેવામાં આવ્યું પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા એ ખેડૂતોને સો ટકા વીમો આપવાની માંગ કરી હતી અને કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા આ શહેરને લોલીપોપ ગણાવી હતી ગુજરાતના ખેડૂતોને ૭૦૦૦ કરોડ નિશા હે મળે તો ખેડૂતોને નુકસાન ભરપાઈ થઈ શકે તેમ છે એવું પણ કહ્યું હતું

બિનપિયત વાળી જમીનમાં સરકાર ખેડૂતોને અસરગ્રસ્ત ખેડૂતોને 6800 રૂપિયા આપશે જ્યારે પિયત વાળા ખેડૂતો ને ગુજરાત સરકાર 13,500 રૂપિયા ની સહાય આપશે.

વીમા કંપનીઓ સરકારના દબાણ વગર કામ કરી રહી છે અને હજી સુધી યોગ્ય સર્વે હાથ ધરવામાં આવ્યો નથી નીતિન પટેલે જણાવ્યું છે કે આ સહાય ખેડૂતોને આરટીજીએસ માધ્યમથી બેંકમાં જ આપવામાં આવશે ગુજરાતના પાંચ લાખ હેક્ટર જેટલા જમીન વિસ્તાર ના અસરગ્રસ્ત ખેડૂતોને આ સહાય મળશે અને ગુજરાત સરકાર ખેડૂતોના પડખે છે

હાર્દિક પટેલે ગુજરાતની ભાજપ સરકાર એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ગરીબ ખેડૂતો સાથે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે તેઓ આરોપ લગાવ્યો છે સાથે સાથે કહ્યું કે ગુજરાતના ખેડૂતોની હાલત ખુબ જ ખરાબ છે કોંગ્રેસની સરકાર માં કિસાન સંઘ ખૂબ ઊછળી રહ્યું હતું પરંતુ ભાજપની સત્તા ખબર નહીં કિસાન સંઘ ક્યાં ખોવાઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *