વધુ એક સુરતી યુવાને કર્યું બ્લડ કેન્સરમાં રક્ષક બનતું અતિમૂલ્યવાન ‘સ્ટેમ સેલ’ ડોનેશન- જાણો શું છે મહત્વ

માનવશરીરમાં રહેલા સ્ટેમસેલ(રક્તકણ) એ આપણે જાતે સર્જન કરેલી વસ્તુ નથી, પરંતુ તે આપણને ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે કે જે દસ હજારથી લઈ ને…

માનવશરીરમાં રહેલા સ્ટેમસેલ(રક્તકણ) એ આપણે જાતે સર્જન કરેલી વસ્તુ નથી, પરંતુ તે આપણને ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે કે જે દસ હજારથી લઈ ને લાખો સુધી એકના મેચ થાય છે. સ્ટેમસેલ દુરાલ્ભ એટલા માટે છે કેમ કે 10 લાખ થી દસ હજારે એક વ્યક્તિના રક્તકણો લોહી સંબંધી બીમારી (લોહીનું કેન્સર, થેલેસેમિયા, લોહીની અન્ય બીમારી) થી દર્દીની સાથે મેચ થતા હોય છે.

કોરોના મહામારી વચ્ચે જયારે “ઘરે રહો સલામત રહો” ની વાતો થઇ રહી છે ત્યારે સુરતનો એક યુવકે મહારાષ્ટ્રમાં સારવાર લઇ રહેલ એક ૧૨ વર્ષના કેન્સરના દર્દીનું જીવન બચાવવા માટે આગળ આવ્યો. ૨૪ વર્ષીય હર્ષ ગાંધીએ પોતાના સંજીવની સમાન રક્તકણો દાન આપી એક દર્દીને નવજીવન આપ્યું.

હર્ષભાઈએ ૨૦૧૬ ના દાત્રી સંસ્થા દ્વારા યોજાયેલા એક કેમ્પમાં પોતાનું નામ રક્તકણો દાતા તરીકે નોંધાવેલું હતું. હર્ષ ગાંધીએ જયારે જાણ્યું કે તેના રક્તકણો એક કેન્સરના દર્દી સાથે મેચ થઇ રહ્યા છે ત્યારે તે ખુબ જ ખુશ થયા અને દાનની પ્રક્રિયા માટે આગળ આવ્યા. તેમની પત્ની પૂજા અને માતાપિતા દ્વારા ટેકો આપવામાં આવતા, હર્ષે સ્ટેમ સેલ ડોનેશનમાં આગળ વધવાની સંમતિ આપી. કોરોનાના કાળા કેરમાં બહાર નીકળી કોઈને મદદ કરવી તે ખરેખર એક મોટી મૂંઝવણ છે. આવા સમયે દાત્રી સંસ્થા દ્વારા તેમની સલામતીના તમામ પગલાઓ ભરી દાનની પ્રક્રિયા માટે આયોજન કર્યું અને સુનિશ્ચિત કર્યું કે દાતા સહજતાથી પોતાના રક્તકણો દાન કરી શકે અને દર્દીને મદદ પણ થઇ શકે.

આ પણ વાંચો:

સુરતની આ યુવતીએ સૌથી નાની વયે સ્ટેમસેલ ડોનેટ કરવાનો રેકોર્ડ નોંધાવ્યો, જાણો વિગતે

આપ પણ સ્ટેમસેલ ડોનેશન કરીને કોઈનો જીવ બચાવી શકો છો…

સ્ટેમસેલ ડોનેશન માટે ભારતમાં 2009 માં દાત્રી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેનું વડુ મથક ચેન્નઈ માં આવેલું છે. અને ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલું છે. શરૂઆતમાં 3000 દાતાઓનું સેમ્પલનું રજીસ્ટ્રેશન થયું હતું. અને અત્યારે 5 લાખ ડોનર રજીસ્ટર થયેલા છે. અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ૧૧૨ સહિત કુલ 663 ડોનેશન ભારતમાંથી થયા છે. અને તેટલા લોકોને નવજીવન આપવામાં દાત્રી સંસ્થા મધ્યસ્થી તરીકેનું સેવાનું કાર્ય કરે છે.જો આપ પણ આ ડોનેશન કરી કોઈને જીવનદાન આપવા ઈચ્છતા હોઈ તો આપ પણ DATRI સંસ્થામાં આપના લાળના સેમ્પલ આપીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

આ પણ વાંચો:

પ્રમુખસ્વામીની ચીંધેલી રાહે ચાલ્યો યુવક: બીજાનું ભલું કરવા પોતાના શરીરના અમુલ્ય સ્ટેમ સેલ દાન કર્યા…

સ્ટેમસેલ ડોનેશન શા માટે મહત્વનું?

થેલેસેમિયા મેજર સ્ટેજમા દર્દીને સ્ટેમસેલની જરુર પડે છે જેમા તેમના ભાઈ-બહેનના સ્ટેમસેલ અથવા જન્મતી વખતે નાળમાથી સ્ટેમસેલ કાઢી બેન્કમા રાખીને અને અથવા અનરીલેટેડ ડોનર પાસેથી દાન તરીકે મેળવી શકાય અને દર્દી ને ચડાવવામાં આવે તો તેમને બીમારી દૂર થાય છે અને જીવ બચી જાય છે.

થેલેસેમિયા મેજર ના રોગમા દર્દીના લોહીમા રક્તકણો,ત્રાકકણો અને શ્વેતકણો બનતા બંધ થઈ જાય છે અથવા ઓછી માત્રામાં બનતા હોવાથી દર્દીને બહારથી વારંવાર લોહી ચઢાવવાની જરુર પડે છે . લાંબા ગાળે થેલેસેમિયા મેજર બાળકને બચાવવા મુશ્કેલ હોય છે. જો આ દર્દીનું મેચ HLA મળી જાય તો જ તેમના સ્ટેમસેલ દર્દીને ચડાવવામાં આવે તો બચાવી શકાય છે.

સ્ટેમસેલ આપવાની સરળ પ્રકિયા

થેલેસેમિયા મેજર દર્દીને (ખાસ કરીને બાળકો જ હોય છે) રક્તકણો,ત્રાકકણો અને શ્વેતકણો બહારથી આપવામા આવતા હોય છે તે પ્રક્રિયા દર્દીને અમુક દિવસે કરવી પડતી હોય છે અને વિવિધ રીતે આપી શકાય છે.HLA (human leukocyte antigen) મેચ થયા બાદ ડોનર ના તમામ પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે અને તેના સ્ટેમસેલ લઈને દર્દીને આપવા માટે યોગ્ય હોય તો તેમના સ્ટેમસેલ PBSC (Peripheral Blood Stem Cell Donation) દ્વારા લેવામાં આવે છે. ત્યારબાદ દર્દી સુધી પહોંચાડી તેમને આ આપવામાં આવે છે. સ્ટેમસેલ ડોનેશન એ સરળ પ્રક્રિયા છે આ બાબતે લોકોમા જાગૃતિ આવે તો ઘણા દર્દીઓના જીવ બચી શકે છે. અને ડોનેશન કરવાથી ડોનર ને કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી.

ઓળખ છૂપી રખાય છે

રક્તદાન જીવતદાન મહાદાન બની ગયુ છે. જ્યારે સ્ટેમસેલ જીવનદાન બની ગયુ છે. સ્ટેમશેલ ડોનેશન આપનાર અને લેનાર વ્યક્તિઓની ઓળખ છુપી રાખવામા આવે છે. આપનારના પરિવારજનોના સમંતિ દ્વારા સમગ્ર પ્રક્રિયા એનજીઓના સહકારથી કરવામા આવે છે. ખર્ચાળ ગણાતી સ્ટેમસેલ ડોનેશનની પધ્ધતિમા દર્દીની જીંદગી બચાવી શકાય છે. પરંતુ લોકોમા જાગૃતિ મહત્વની બની ગઈ છે. ત્યારે બ્લડ ડોનેશન બાદ સ્ટેમસેલ ડોનેશન બાબતે જાગૃતિ બ્લડકેન્સર તેમજ થેલેસેમિયા મેજર બાળકોના તથા લોહીના રોગોના દર્દીઓના જીવ બચાવી શકાય તેમ છે. અને ત્યારબાદ દર્દી યોગ્ય થાય ત્યારે દાતા-દર્દી ની મુલાકાત કરાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *