ગેરેજમાં આપમેળે સાફ થઇ રહી હતી કાર અચાનક એક શ્વાન આવ્યું અને… -જુઓ વાયરલ વિડીયો

હર્ષ ગોયનકા જે એક પ્રખ્યાત બિઝનેસમેન છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ફોલોઅર્સની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હર્ષ…

હર્ષ ગોયનકા જે એક પ્રખ્યાત બિઝનેસમેન છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ફોલોઅર્સની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હર્ષ સોશિયલ મીડિયા પર મોટા ભાગે મજેદાર અને પ્રેરણાદાયી વીડિયો શેર કરતા હોય છે. લોકોને તેમની દરેક પોસ્ટ ખૂબ જ પસંદ આવે છે.

હાલમાં જ તેમણે એક ફની વીડિયો શેર કર્યો હતો. જેમાં એક કુતરો ગેરેજમાં અજીબોગરીબ હરકત કરતો નજરે ચડ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.

આ વીડિયો જોવામાં ખુબ જ ફની લાગે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગેરેજમાં ગાડીની સફાઈ થઈ રહી છે. મોટા મોટા બ્રશ લાગેલા છે. તેમની ગાડી સાફ થઈ રહી છે. જ્યાં બાજૂમાં જ એક કુતરો ઊભો છે. કુતરો અજીબોગરીબ હરકત કરવા લાગે છે.

કુતરાને જોતા લાગે છે કે, તેને તેમાં મજા આવે છે. હર્ષ ગોયનકાએ વીડિયોની સાથે મજેદાર કેપ્શન પણ આપ્યુ છે.લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં આ વીડિયોને લગભગ 68 હજારથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *