બોર્ડમાં એક વિષયમાં માત્ર બે માર્ક્સ આવતા આ વિદ્યાર્થીનીએ આત્મહત્યાનો વિચાર ન કરીને કર્યું એવું કામ કે…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. મહામારીને કારણે તમામ લોકોનાં ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. આ મહામારીની અસર તો શિક્ષણ જગત પર પણ ઘણી થઈ છે.…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. મહામારીને કારણે તમામ લોકોનાં ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. આ મહામારીની અસર તો શિક્ષણ જગત પર પણ ઘણી થઈ છે. આ મહામારીને કારણે વિદ્યાર્થીઓનાં પરિણામ પણ આ વર્ષે ઘણાં મોડાં આવ્યાં છે. આ પરિણામને લઈને જ હાલમાં હરિયાણામાંથી એક ઘટના સામે આવી રહી છે.

તમે પણ ઘણીવાર સાંભળ્યું જ હશે, કે પરિણામથી સંતોષ ન હોય એવાં વિદ્યાર્થીએ રિચેકિંગ કરાવ્યું હોય તેમજ એને મનગમતા માર્ક્સ પણ મળી ગયાં હોય. શું તમે ક્યારેય પણ એવું સાંભળ્યું છે, કે ક્યારેય કોઈ વિદ્યાર્થીને માત્ર 2 જ માર્ક્સ આવ્યા હોય તેમજ રિચેકિંગમાં તેને 100માંથી 100 આવી જાય.

હરિયાણામાં આવી જ એક ઘટના સામે આવી છે. BSHE એટલે કે હરિયાણા સ્કૂલ શિક્ષા બોર્ડમાં ધોરણ 10ની સુપ્રિયાને ગણિતમાં માત્ર 2 જ માર્ક્સ આવ્યા હતાં. આ પરિણામથી સંતોષ ન થવાંથી સુપ્રિયાએ રિચેકિંગ માટે પણ અપ્લાય કર્યું હતું તો એને 100માંથી 100 માર્ક્સ મળ્યા હતાં.

સુપ્રિયા આંશિક રીતે દૃષ્ટિહિન છે. એની ઉત્તરવહી સામાન્ય વિદ્યાર્થીની સાથે જ ચેક કરવામાં આવી હતી. જેનાંથી તેનાં માર્ક્સમાં ભૂલ થઈ ગઈ હતી. સુપ્રિયા જેવાં ડિફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીની માટે અલગથી તમામ નિયમ હોય છે. તેઓ પોતાની સાથે જ રાઈટર પણ લઈ જઈ શકે છે.

ગણિતનું પ્રશ્નપેપર બધાં જ વિષયો કરતાં જુદું હોય છે. એમાં A, B અને C કોડનાં જ પ્રશ્ન હોય છે. રાઈટરનું કાર્ય તો માત્ર પ્રશ્નને બોલવાનું તથા પરીક્ષા આપનાર વિદ્યાર્થી જે ઉત્તર આપે તેને લખવાનું જ હોય છે. સુપ્રિયાનાં પિતા છજ્જુ રામે જણાવતાં કહ્યું કે, સુપ્રિયાની ઉત્તરવહી સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ ચેક કરવામાં આવી હતી, તેનાંથી એનાં ઉત્તર જુદાં દેખાયાં હતાં તેમજ એને ફક્ત 2 જ માર્ક્સ મળ્યા હતાં.

સુપ્રિયા જણાવતાં કહે છે કે, ‘ગણિતમાં ફક્ત 2 જ માર્ક્સ જોઈને હું ઘણી દુ:ખી તેમજ આશ્ચર્યચકિત પણ થઈ હતી. જેથી મારાં પિતાએ રિચેકિંગ માટે અપ્લાય પણ કર્યું હતું તથા ત્યારબાદ મને કુલ 100 માર્ક્સ પણ મળ્યા હતાં. હું બોર્ડની પાસે વિનંતી કરું છું, કે આવું કોઈ બીજાં ડિબરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીની સાથે ન કરે.’

છજ્જુ રામ જણાવતાં કહે છે કે, સુપ્રિયાને બધાં જ વિષયોમાં કુલ 90થી પણ વધારે માર્ક્સ મળ્યા છે. ગણિતમાં ફક્ત 2 જ માર્ક્સ મળવા પર રિચેકિંગની માટે પણ અરજી કરી હતી. સુપ્રિયાનાં પિતા પોતે પણ ગણિતનાં જ શિક્ષક છે. એમણે પણ રિચેકિંગ કરાવવા માટે કુલ 5,000 રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે.

સુપ્રિયાની આ સફળતા પર હિસારની સરકારી સિનિયર સેકન્ડી સ્કૂલનાં પ્રિન્સિપાલ હૃષિકેશ કુંડુ સુપ્રિયાને મહેનતુ વિદ્યાર્થી જણાવતાં કહે છે કે, તે અભ્યાસમાં ખુબ જ હોશિયાર પણ છે તથા સુપ્રિયાને શાળા ખૂલે ત્યારે સન્માનિત પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *