ત્રણ યુવતીઓએ વૃદ્ધના કપડાં ઉતારી બનાવ્યો વીડિયો, અને માંગ્યા પાંચ લાખ રૂપિયા- જાણો ક્યાંની છે ઘટના

Published on: 7:30 pm, Thu, 17 June 21

હરિયાણાના યમુનાનગર જિલ્લામાં પોલીસે ત્રણ યુવતીની ધરપકડ કરી છે. યુવતીઓએ વૃદ્ધને બ્લેકમેઇલ કરતા હતા. ત્રણેય યુવતીઓ એક વૃદ્ધના ઘરમાં ઘૂસી ગઈ હતી અને પોતે પોલીસ છે તેમ કહ્યું હતું. ત્યારબાદમાં વૃદ્ધના કપડાં ઉતારીને તેનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયોના આધારે ત્રણેય યુવતી વૃદ્ધને બ્લેકમેઇલ કરતી હતી. ત્રણેય યુવતીઓએ વૃદ્ધા પાસેથી 50 હજાર રૂપિયા લઇ લીધા હતા. ત્યારબાદ વધારે પાંચ લાખ રૂપિયાની માંગણી કરતા વૃદ્ધે યમુનાનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્રણેય યુવતીને પકડી પાડવા માટે કાવતરું ઘડ્યું હતું.

પોલીસે જણાવ્યુ કે, ન્યૂ હમીદા કૉલોનીના રહેવાસી પીડિતા ઘરે એકલા રહે છે. વૃદ્ધે ફરિયાદ કરી છે કે, પહેલા તેમના ઘરે એક મહિલા આવી હતી અને પાંચ મિનિટ બાદ અન્ય બે મહિલા તેના ઘરમાં ઘૂસી ગઈ હતી. આ બંને મહિલા પોતાની જાતને પોલીસ બતાવી હતી. બંને યુવતી વૃદ્ધને ધમકાવવા લાગી હતી. આ દરમિયાન યુવતીઓએ વૃદ્ધના બધા કપડાં ઉતારીને તેનો વીડિયો બનાવ્યો હતો. તેનાથી વૃદ્ધને બ્લેકમેઇલ કરવામાં આવતા હતા. ફરિયાદ બાદ પોલીસે ત્રણેય મહિલાની ધરપકડ કરી છે.

વૃદ્ધનો દીકરો વિદેશમાં રહે છે અને એક દીકરી છે જેના લગ્ન થઇ ગયા છે. તેથી વૃદ્ધ ઘરે એકલા રહે છે. રસોઈ માટે તેમના ઘરે એક મહિલાને રાખવામાં આવી છે. જે દરરોજ જમવાનું બનાવીને ઘરે ચાલી જાય છે. ચાર-પાંચ દિવસ પહેલા વૃદ્ધને એક મહિલાએ ફોન કર્યો હતો અને ઘરકામ માટે નોકરીએ રાખવાની વાત કરી હતી. જોકે, વૃદ્ધે મહિલાને ના પાડી હતી. સોમવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે વૃદ્ધની નોકરાણી જમવાનું બનાવી રહી હતી. આ દરમિયાન એક મહિલા ઘરમાં આવી હતી અને તેણીને કામ આપવાનું કહેવા લાગી હતી. વૃદ્ધે ના પાડી હતી.

તે દરમિયાન અન્ય બે યુવતી ઘરમાં આવી હતી. યુવતીઓએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપીને વૃદ્ધને પકડી લીધા હતા. ત્યારબાદ જબરદસ્તીથી વૃદ્ધના કપડાં ઉતાર્યાં હતા અને વીડિયો બનાવ્યો હતો. વૃદ્ધએ વિનંતી કરવા છતાં ત્રણેય યુવતી માની ન હતી. ત્રણમાંથી એક યુવતીએ ધમકી આપી હતી કે, જો આ વાતની જાણ કોઈને કરશે તો તેનો વીડિયો વાયરલ કરી નાખશે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.