જાણો એવું તો શું થયું કે, આ પ્રખ્યાત ભારતીય ક્રિકેટરની પોલીસ કરી શકે છે ધરપકડ

ક્રિકેટર યુવરાજસિંહ દ્વારા ગયા વર્ષે અપમાનજનક જાતિસૂચક ટિપ્પણી કરવા બદલ તેની સામે હરિયાણા પોલીસ દ્વારા આઈપીસી અને એસસી/એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ…

ક્રિકેટર યુવરાજસિંહ દ્વારા ગયા વર્ષે અપમાનજનક જાતિસૂચક ટિપ્પણી કરવા બદલ તેની સામે હરિયાણા પોલીસ દ્વારા આઈપીસી અને એસસી/એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ હવે યુવરાજ માચે મુશ્કેલી ઉભી થઈ છે. એફઆઈઆર દાખલ થયા બાદ હવે જલદીથી યુવરાજને તપાસમાં સામેલ થવા માટે નોટિસ જાહેર કરવામાં આવશે. કાયદાકીય નિષ્ણાતોના મતે એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ થવાના કારણે યુવરાજની તપાસ અધિકારી દ્વારા ધરપકડ પણ કરવામાં આવી શકે છે.

પોલીસ ઓફિસર નિકિતા ગહલોતે મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે, ફરિયાદના આધારે રવિવારે જ FIR નોંધવામાં આવી હતી. અમે જે પણ નોર્મલ લીગલ પ્રોસેસ છે તેને ફોલો કરીશું. યુવરાજને નોટીસ જાહેર કરીને તપાસમાં સામેલ થવા માટે કહેવામાં આવશે. શું કેસમાં ગેર જમાનતી ધારા હોવાને કારણે યુવરાજની ધરપકડ કરવામા આવશે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ એક તપાસનો વિષય છે કે તેમની ધરપકડ થશે કે નહીં.

આ મામલે ફરિયાદી વકીલ રજત કલસને કહ્યું છે કે,અમે શરૂઆતથી જ આ મામલે યુવરાજ સિંહની સામે કેસ નોંધવા અને તેની ધરપકડ કરવાની માગ કરી રહ્યા છીએ. કોર્ટની શરણ લીધા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. જો પોલીસ હજુ પણ યુવરાજની ધરપકડ નહીં કરે તો અમે આગળની કાર્યવાહી કાયદાકીય રીતે કરીશું.

બીજી તરફ સુપ્રીમ કોર્ટના એડવોકેટ અમિત સાહનીએ કહ્યું કે, પહેલી વાત એ છે કે એસસી/એસટી એક્ટમાં એફઆઈઆર નોંધાયાના કારણે ફક્ત વરિષ્ઠ પોલીસ અધિકારી જ આ કેસની તપાસ કરી શકે છે. હવે પોલીસ યુવરાજસિહ નોટિસ ફટકારશે અને તેને તપાસમાં જોડાવા માટે કહેશે. જો તે તેમાં સહયોગ ન કરે તો તેની સામે સંબંધિત કોર્ટ તરફથી બિનજામીનપાત્ર વોરંટ જારી કરાવી શકાય છે.

તેઓ આગળ કહે છે કે, જો તપાસ દરમિયાન એફઆઈઆરમાં લગાવવામાં આવેલા આરોપો સાચા સાબિત થાય છે તો ચોક્કસ યુવરાજને મુશ્કેલી આવી શકે છે. આ કાયદામાં આરોપીની ધરપકડની જોગવાઈ છે. તે હજુ પણ તપાસ અધિકારીના વિવેક પર નિર્ભર છે કે તેને ધરપકડ કરવાની જરૂર છે કે નહીં. જો યુવરાજ તપાસમાં સંપૂર્ણ સહકાર આપે છે અને તપાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવે ત્યારે તેઓ હાજર થાય છે, તો આઇઓ તેની ધરપકડ ન કરીને તપાસ આગળ ધપાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *