સપના ચૌધરીના માર્ગ અકસ્માતમાં મોતના સમાચાર- જાણો જલ્દી શું છે હકીકત

Published on: 6:50 pm, Thu, 9 September 21

હરિયાણાની ખુબ જાણીતી અને મશુર એવી સપના ચૌધરી કે, જેના ડાન્સ અને ગોતી ખુબ વાઈરલ થતાજોવા મળે છે. તેના કારણે તે હેડલાઇન્સમાં રહે છે. આ ગાયિકા સપનાનું એક કાર અકસ્માતના કારણે નિધન થયું છે.મળતી માહિતી અનુસાર,સિરસા જિલ્લાના છત્તરપટ્ટી વિસ્તારના રહેવાસી લલિત, અમિત, ઉદયબહેન, મોહિત, રિતુ અને સપનાનું એક ડાન્સ ગ્રુપ છે, ફતેહાબાદ જિલ્લાના તેમના મિત્ર મોહિતનો જન્મદિવસ બનાવીને પાછા ફરતા હતા.

ત્યારે કારનું સંતુલન ખોવાઈ ગયું અને કાર ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં ટીમની એક મહિલા કલાકારનું મોત થયું હતું જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઘાયલ થયા હતા.કારની સ્પીડ એટલી વધારે હતી કે અકસ્માત બાદ કાર પલટી મારીને બીજા રસ્તા પરથી ખેતરોમાં પડી ગઈ.આ ઘટનાની જાણ ડિંગ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ ફરી એક વખત ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મી દુનિયામાં ઘણા સ્ટાર્સ અને તેમના નજીકના મિત્રોના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા.

કારમાંના તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમના ગ્રુપની એક જ કાર પાછળથી આવી રહી હતી, જેમણે ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા, અને તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તબીબોએ સપનાને મૃત જાહેર કરી છે. તેમજ 2 લોકોની હાલત નાજુક છે, આ મામલે પોલીસનું શું કહેવું છે? પોલીસનું એમ પણ કહેવું છે કે કારની સામે આવતી ગાયને કારણે કારનું સંતુલન ખોરવાઈ ગયું અને આ અકસ્માત થયો, જેમાં સિંગર સપનાનું મોત થયું છે. તમામના સંબંધીઓને મૃતદેહો સોપવામાં આવ્યું. અને તમામના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. બાકીના વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જ્યારે સપના મેનેજરને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે તે એકદમ ઠીક છે. વાસ્તવમાં, સપના ચૌધરીના કાર અકસ્માતમાં મૃત્યુના સમાચાર તે સમયે વાઈરલ થયા હતા. જ્યારે સપના ચૌધરી એક્સિડન્ટ વર્લ્ડ ગૂગલ પર સર્ચ કરવામાં આવ્યું હતું. 29 ઓગસ્ટના રોજ હરિયાણાના સિરસા નજીક એક માર્ગ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સંજોગોમાં મૃત્યુ પામેલી મહિલાનું નામ સપના હતું. આ સમાચાર ડાન્સર સપના ચૌધરીના નામે વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો માને છે કે તે બીજું કોઈ નહીં પણ હરિયાણવી ડાન્સર સપના ચૌધરી છે. જોકે, તમને જણાવી દઈએ કે સપના ચૌધરી એકદમ ઠીક છે, તે તેના પરિવાર સાથે છે અને તે તેના આગામી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.