ભાવનગર માં વિઠ્ઠલવાડીના વ્યક્તિએ યુવતી સાથે અવારનવાર આચર્યું દુષ્કર્મ

BhavVitthalwadi person in nagar has repeatedly committed adultery with the girl

શહેરના વિઠ્ઠલવાડીના શખસે યુવતીને લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ દરમિયાન તેનો ગેરફાયદો ઉઠાવી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું જ્યારે શખસના ભાઈએ યુવતીને માર મારી ધાકધમકી આપી મદદગારી કર્યા સંદર્ભે ફરિયાદ નોંધાવા પામી છે. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ બોરતળાવ પોલીસ મથકમાં મયુર પરબતભાઈ ટાંક અને દિલીપ પરબતભાઈ ટાંક (રે. બન્ને ત્રણ માળિયા વિઠ્ઠલવાડી) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જે મુજબ ગત તા. 03-09થી ત્રણ વર્ષ પૂર્વે તેણી સગીર હોવાનું જાણવા છતાં લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઈ તેણીની નાદાનીયતનો ગેરફાયદો ઉઠાવી ઈચ્છા મરજી વિરૂધ્ધ અલગ અલગ જગ્યાએ અવારનવાર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન તેણી સાથે લગ્ન ન કરી વિશ્વાસઘાત કરીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. શખસે આચરેલા દુષ્કર્મમાં તેના ભાઈ દિલીપ ટાંકે તેણીને ધોલધપાટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મદદગારી કરી હતી. બનાવ અનુસંધાને પોલીસે IPC 376(2)(જે)(એન), 323, 504, 506(2), 114, પોકસો એક્ટ 6, 18 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.