શું તમે કયારેય પીધી છે લસણની ચા? પીતા પહેલા જાણી લો એના ફાયદા

Published on Trishul News at 6:47 PM, Fri, 17 September 2021

Last modified on September 17th, 2021 at 6:47 PM

આપણે બધા જાણીએ છીએ કે લસણએ પેટ માટે ખૂબ સારું છે.લસણ ખોરાકનો સ્વાદ વધારે છે, બીજી બાજુ કેટલાક લોકો તેને અથાણાંના રૂપમાં ખાવાનું પસંદ કરે છે. તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને, ઘણા લોકો માત્ર શેકેલા અથવા કાચા લસણ પણ ખાય છે.

શું મિત્રો તમે ક્યારેય પણ લસણની ચા વિશે સાંભળ્યું છે?જો તમને કહેવામાં આવે કે લસણની ચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તો કદાચ તમે તે ચા પીઓ.લસણનો ઉપયોગ જડીબુટ્ટીઓ માટે થાય છે. ચાલો તમને જણાવીએ કે લસણની ચા કેવી રીતે બને છે અને તેનાથી શરીરને શું ફાયદો થાય છે.

લસણની ચાના ફાયદા
1
.હાયપરટેન્શન અને ડાયાબિટીસ સામે લડવા માટે લસણની ચા ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તેથી તેને સરળતાથી ઘરે પણ બનાવી શકાય છે. લસણની ચામાં લીંબુ અને મધ ઉમેરવાથી તેની ગુણવતામાં વધારો થાય છે.
2.લસણની ચા એન્ટિ-વાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો માટે પીવાની ભલામણ પણ કરવામાં આવે છે. આ ચા મેટાબોલિઝ્મ, રોગપ્રતિકારક શક્તિ અને સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉત્તમ ગણવામાં છે. આ ચા હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે.
3.ગાર્લિક ચામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણ છે કે તે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયની સમસ્યાઓ સામે રક્ષણ પણ આપે છે.

આ રીતે બનાવો લસણની ચા
તેને બનાવવા માટે, એક વાસણમાં પાણી નાખો અને જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં ચાની ભૂકી નાખો. ત્યાર બાદ તેમાં છીણેલું લસણ અને આદુ ઉમેરી થોડા સમય માટે ઉકળવા દો. પછી તેમાં થોડી એલચી પાવડર અને લવિંગ ઉમેરો. જ્યારે તે સારી રીતે ઉકળે, પછી ગેસ બંધ કરો.તૈયાર છે લસણવાળી સ્પેશિયલ ચા.

Be the first to comment on "શું તમે કયારેય પીધી છે લસણની ચા? પીતા પહેલા જાણી લો એના ફાયદા"

Leave a comment

Your email address will not be published.


*