શું તમે ક્યારેય કપલ યોગા ટ્રાય કર્યાં છે? થશે આ અઢળક ફાયદાઓ

કપલ યોગા ભારતમાં ભલે નવા હોય પરંતુ ચીનમાં આ ખૂબ જ લોકપ્રિય છે. યોગનું આ રૂપ ખાસ યુગલ માટે તૈયાર કરવામાં આવ્યાં છે. તેમાં કપલ…

કપલ યોગા ભારતમાં ભલે નવા હોય પરંતુ ચીનમાં આ ખૂબ જ લોકપ્રિય છે. યોગનું આ રૂપ ખાસ યુગલ માટે તૈયાર કરવામાં આવ્યાં છે. તેમાં કપલ એક સાથે વ્યાયામ કરી શકે છે. તેમાં ન માત્ર યુગલોની વચ્ચે ભાવનાત્મક જોડાણ વધુ મજબુત થાય છે પરંતુ બંનેને એક-બીજાને સમજવાનો સારો મોકો પણ મળે છે.

કપલ યોગા માત્ર બે લોકો દ્વારા એક સાથે કરવામાં આવતી યોગ સાધના નથી પરંતુ આ તેનાથી કેટલીંય આગળ છે. હકિકતે આપણા શરીરને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા સ્પર્શ અને જાણીતી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલો સ્પર્શ અલગ હોય છે. આ જ કારણ છે કે કપલ યોગા દરેક વખતે કપલને આગળ વધીને કઈક કરવા માટે પ્રેરિત કરે છે. તેનો સૌથી મોટો ફાયદો બંનેનો એકબીજા પરનો વિશ્વાસ વધુ ઉંડો બને છે. જે કપલને માનસિક રીતે શાંત રાખવામાં મદદ કરે છે અને સુખનો અનુભવ કરાવે છે.

તેના ફાયદાઓ

કપલ દ્વારા એક સાથે કરવામાં આવેલા યોગના આ રૂપમાં સાથે એકબીજાના શરીરની માંસપેશિઓમાં આવનાર ખેંચાવ અને એક જ મુદ્રામાં થોડા સમય સુધી બનેલા રહેવામાં ખૂબ જ ફાયદો કરે છે. આ જ કારણ છે કે તેનો ફાયદો યોગના બીજા રૂપોથી થોડો વધુ થાય છે.

આ કહેવામાં ભલે અટપટુ લાગે પરંતુ એ સાચુ છે કે કપલ યોગા દરમિયાન યુગલ એક બીજાને સહયોગ કરી પોતાના શરીરને સીમા પાર લઈ જવામાં પણ સફળ થઈ શકે છે.

આ યોગનો એક ફાયદો અએ પણ છે કે તેમાં નવી વસ્તુઓ સીખવામાં આસાની થાય છે કારણ કે ત્યાં તમારો સાથી તમાકા સહયોગ માટે હાજર હોય છે.

યોગના આ રૂપથી મન અને મસ્તિષ્કમાં આવનાર નકારાત્મક ભાવ અથવા નેગેટિવ એપ્રોચ ખતમ થાય છે અને તમારા મન-મસ્તિષ્કમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *