‘જાનું મેરી જાને મન, બસપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે…’ આ ઓરીજીનલ ગુજરાતી વર્ઝન તમે સાંભળ્યું કે નહિ?

Published on: 4:40 pm, Wed, 28 July 21

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

ત્યારે હાલમાં જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે વિડીઓમાં એક બાળક જાનું મેરી જાને મન, બસપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે… જે ગીત ગાય રહ્યો છે. હાલમાં આ મજેદાર વિડીઓ ખુબ જ વાયરલ થઇ   રહ્યો છે અને આ બાળકે તમામ લોકોના દિલમાં   એક જગ્યા બનાવી લીધી છે. ફક્ત એક ગીત ગાવાને કારણે તે રાતોરાત જ સ્ટાર બની ગયો છે.

વાઇરલ વીડિયો ‘બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના’ સાંભળીને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ખુશ થઈ ગયા હતા. તેમણે આ ગીત ગાનારા બાળક સહદેવને મળીને સન્માનિત કર્યો છે. તેના મુખેથી આ ગીત સાંભળીને મુખ્યમંત્રી ખુશ થઈ ગયા હતા અને એમણે પોતે જ તેનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી શૅર કર્યો હતો. થોડા દિવસ પહેલાં જાણીતા રૅપર બાદશાહે પણ સહદેવને ચંડીગઢ મળવા બોલાવ્યો હતો, જે એની સાથે ગીત રેકોર્ડ કરશે. સહદેવે આ ગીત બે વર્ષ પહેલાં ગાયું હતું, જે હવે વાઇરલ થયું છે.

છત્તીસગઢના નક્સલવાદ પ્રભાવિત વિસ્તાર પેંદલનારમાં અત્યારે સાતમા ધોરણમાં ભણતા સહદેવે બે વર્ષ પહેલાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારી વખતે આ ગીત ગાયું હતું. અત્યારે આ ગીત એવું વાઇરલ થયું છે કે તેના પર અત્યાર સુધીમાં બાર હજારથી પણ વધુ રીલ્સ (શોર્ટ વીડિયો) બની ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે, જાનું મેરી જાને મન, બસપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે… ગીત 2 વર્ષ પહેલા કમ્લેશ બારોટ દ્વારા 8 એપ્રિલ 2019ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ ગીતને યુ ટુબ પર જાહેર કરવામાં આવ્યું હતું. હાલમાં આ વિડીઓ સોંગને 42 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. આ સોંગને ગુજરાતી કલાકાર દ્વારા બનવવામાં આવ્યું હતું .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.