સરકારી શાળામાં ભણેલો વલય UPSCમાં 3 વખત નાપાસ થયો, હિંમત ન હારી અને પાસ કરી પરીક્ષા 

Published on Trishul News at 2:29 PM, Sun, 26 September 2021

Last modified on September 26th, 2021 at 2:29 PM

વડોદરા(ગુજરાત): UPSC સિવિલ સર્વિસીઝ મેઈન પરીક્ષા(Civil Services Main Examination)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તે દરમિયાન વલય વૈદ્યે(Valaya Vaidya) ભારતમાં 116મો અને ગુજરાત(Gujarat) રાજ્યમા બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મૂળ રાજકોટ(Rajkot)ના અને વડોદરા(Vadodara) રહેતા વલય વૈદ્ય હાલ પંચમહાલ જિલ્લા(Panchmahal district)માં ડેપ્યુટી કલેક્ટર(Deputy Collector) તરીકે ફરજ બનાવી રહ્યો છે. આ જવાબદારીની સાથે તેમને UPSCની તૈયારી કરતો હતો. અને તેને UPSC માં સફળતા પણ પ્રાપ્ત કરી છે.

મળતી માહિતી મુજબ, વલય વૈદ્યે ધોરણ 1થી 10 સુધીનો અભ્યાસ ગુજરાતી મીડિયમમાં વડોદરાની એક સરકારી શાળામાં કર્યો હતો. ગાંધીનગરની અંબાણી કોલેજમાંથી બી.ટેક ઇન આઇ.સી.ટી.નો અભ્યાસ કર્યો છે. વર્ષ 2016થી UPSCની તૈયારી શરૂ કરી હતી. વર્ષ 2019માં જીપીએસસી ગુજરાતમાં 21મા રેન્ક સાથે પાસ કરી હતી. હાલ પંચમહાલના મોરવાહડફમાં ડેપ્યુટી કલેક્ટર અને SDM તરીકેની ફરજ બજાવી રહ્યા છે.

જોકે જીપીએસસી પાસ કાર્ય પછી પણ તેને UPSCની તૈયારી ચાલુ રાખી હતી. જેમાં ત્રણ પ્રયાસ કરવા છતાં તેને સફળતા મળી ન હતી. જોકે તેમ છતાં પણ તેને નોકરીની સાથે રોજ 5થી 6 કલાક સમય કાઢીને વાંચન ચાલુ રાખ્યું હતું. તેથી તેને ચોથા પ્રયાસે સફળતાથી પાસ થયો હતો. UPSCની પરીક્ષા તેને ઈંગ્લિશમાં આપી હતી. હવે વલયની પહેલી પસંદગી ઈન્ડિયન ફોરેન સર્વિસની છે.

વલય વૈદ્યએ જણાવ્યું હતું કે, ડિપ્રેશન વિના મહેનત કરતા રહો એક દિવસ તો પરિણામ મળશે જ. વાંચનમાં કોઈ વિષય પર પીએચડી કરવાની જરૂર નથી, જરૂર હોય તેટલું તટસ્થ વાંચન કરવું જોઈએ. હું મોટાભાગે વાંચન મોબાઈલમાં જ કરતો હતો. મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણા હાથમાં હોય છે. ફોટોગ્રાફી કરવી તેને ખુબ જ પસંદ છે. એટલે ક્યારેક તેને વાંચવાનો કંટાળો આવે તો હોબી ફોલો કરી લેતો.

વધુમાં વલય વૈદ્ય જણાવે છે કે, છેલ્લા 12 વર્ષથી તેમના પિતા કતારમાં નોકરી કરે છે. પિતા બહાર હોવાથી તમામ જવાબદારી માતા પર રહેતી હતી. બસ હવે પિતાથી વધુ સમય દૂર રહેવું નથી. તેમને વતન પરત બોલાવી ફરજની સાથે પરિવારને સમય આપવો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સરકારી શાળામાં ભણેલો વલય UPSCમાં 3 વખત નાપાસ થયો, હિંમત ન હારી અને પાસ કરી પરીક્ષા "

Leave a comment

Your email address will not be published.


*